મથુરામાં સર્વેનો સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહમાં સર્વે | Moneycontrol Gujarati
Get App

મથુરામાં સર્વેનો સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહમાં સર્વે

આદેશ પ્રમાણે કોર્ટની નિગરાણીમાં 3 એડવોકેટ કમિશ્નરની ટીમ પરિસરનો સર્વે કરશે. આ આદેશ પર સુપ્રીમ કોર્ટ પાસેથી રોકની માંગ કરવામાં આવી હતી.

અપડેટેડ 05:17:59 PM Dec 15, 2023 પર
Story continues below Advertisement

મથુરાની શાહી ઇદગાહ પરિસરમાં સર્વેને સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી દેખાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજીની ખારીજ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે ઇલાહાબાદ હાઇકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજૂમાં સ્થિત શાહી ઇદગાહનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

આદેશ પ્રમાણે કોર્ટની નિગરાણીમાં 3 એડવોકેટ કમિશ્નરની ટીમ પરિસરનો સર્વે કરશે. આ આદેશ પર સુપ્રીમ કોર્ટ પાસેથી રોકની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવવા માટે ના કહ્યું છે અને 9 જાન્યુઆરીએ સુનાવણીની તારીખ આપી છે. હવે 18 ડિસેમ્બરે ઇલાહાબાદ હાઇકોર્ટે કોર્ટ કમિશ્નરના નામ નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ASI સરવે માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જારી કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સરવેની મંજૂરી આપી છે. જોકે ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે તે બધું 18મી ડિસેમ્બરના રોજ નક્કી થશે.


શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના મુખ્ય પક્ષકાર ભૃગુવંશી આશુતોષ પાંડેએ કહ્યું કે આ કરોડો હિન્દુઓની આસ્થાનો મામલો છે. ભગવાન ફક્ત આપણા છે. અયોધ્યા અમારી બની ગઈ છે અને હવે મથુરાનો વારો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 15, 2023 5:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.