કમોસમી વરસાદથી કેટલાક શાકભાજીના ભાવમાં વધારો | Moneycontrol Gujarati
Get App

કમોસમી વરસાદથી કેટલાક શાકભાજીના ભાવમાં વધારો

કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયુ છે. જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંથી શાકભાજીનુ મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યુ છે.

અપડેટેડ 06:40:34 PM Dec 01, 2023 પર
Story continues below Advertisement

કમોસમી વરસાદથી કેટલાક શાકભાજીના ભાવમાં વધારો તો કેટલાક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સુરત APMC માર્કેટમાં બહારથી આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં લીલા શાકભાજી સસ્તા ભાવે મળતા હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયુ છે.

જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંથી શાકભાજીનુ મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યુ છે. જેથી શાકભાજીના ભાવમાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળુ પાક બજારમાં ફરી આવતા આગામી સમયમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી.

હાલમાં શાકમાર્કેટમાં પાલકનો ભાવ 60 થી 80 રૂપિયા કિલે છે. લીલી મેથી 50 થી 60 રૂપિયા કિલો, લીલા ધાણા 70 થી 80 રૂપિયા કિલો, ટામેટા 50 થી 60 રૂપિયા કિલો, ભીંડી 50 થી 60 રૂપિયા કિલો, ફૂલગોભી 50 થી 60 રૂપિયા કિલો, કોબી 30 થી 40 રૂપિયા કિલો, ધુધી 50 થી 60 રૂપિયા કિલો, તુવર 70 થી 80 રૂપિયા કિલો, કાશીફલ 30 તી 40 રૂપિયા કિલોથી વેચાઈ રહી છે, તેવી જાણકારી શાકભાજી વિક્રેતાએ આપી છે.


છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં એકાએક વધારો થયો છે. શાબ્જીમાર્કેટની સરખામણીએ શહેરના કૌલખેડ, જઠારપેઠ, ડાબકી રોડ, ગૌરક્ષા રોડ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઉંચા જોવા મળે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 01, 2023 6:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.