કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) એ VLCC લિમિટેડ પર 3 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ ભ્રામક વજન ઘટાડવાના વિજ્ઞાપનોને લઈને લગાવવામાં આવ્યો છે, જેમાં VLCC દ્વારા કૂલસ્કલ્પટિંગ મશીનનો ઉપયોગ કરીને ઝડપી વજન ઘટાડવાના ખોટા દાવા કરવામાં આવ્યા હતા. CCPAના શનિવારે જાહેર કરેલા નિવેદન મુજબ, VLCCના વિજ્ઞાપનો ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરતા હતા.