Nitin Gadkari on Ethanol: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં 20% એથનોલ મિશ્રણની નીતિ પર ઉઠેલા આરોપોનો સણસણતો જવાબ આપ્યો છે. તેમણે આ આરોપોને ‘પેઇડ ન્યૂઝ’ ગણાવીને એક શક્તિશાળી આયાત લોબીનું કામ હોવાનો દાવો કર્યો છે. ગડકરીએ પોતાની તુલના ફળદાયી વૃક્ષ સાથે કરતાં કહ્યું, “જે વૃક્ષ ફળ આપે છે, લોકો તેના પર જ પથ્થર ફેંકે છે. આવી ટીકાઓ પર ધ્યાન ન આપવું એ જ શ્રેષ્ઠ છે.”
એથનોલ નીતિથી આયાતકારોને નુકસાન
ગડકરીએ જણાવ્યું કે તેમની નીતિ ખેડૂતોને ઉર્જા ઉત્પાદક બનાવવા, પ્રદૂષણ ઘટાડવા અને એથનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. તેમણે દાવો કર્યો કે આ નીતિથી ક્રૂડ ઓઇલના આયાત પર નિર્ભર વેપારીઓને નુકસાન થયું છે. “ક્રૂડ ઓઇલની આયાતથી દેશમાંથી 22 લાખ કરોડ રૂપિયા બહાર જતા હતા. આ નીતિથી કેટલાક લોકોના વ્યવસાયને અસર થઈ, જેના કારણે તેઓએ મારી વિરુદ્ધ પેઇડ ન્યૂઝ ચલાવ્યા,” એમ ગડકરીએ કહ્યું.
‘મેં ક્યારેય એક પૈસો લીધો નથી’
પુત્રની કંપની પર ઉઠેલા સવાલો
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગડકરીના પુત્ર નિખિલ ગડકરી દ્વારા સંચાલિત CIAN એગ્રો ઇન્ડસ્ટ્રીઝના રેવન્યુ અને નફામાં ઝડપી વધારો થવાની ચર્ચા ચાલી રહી છે. આ કંપની એથનોલ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલી છે. ગડકરીએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું કે તેમનું ધ્યાન દેશના હિત અને ખેડૂતોના કલ્યાણ પર છે.