ગેસ એજન્સીથી બંપર કમાણી: દરેક સિલિન્ડર પર આટલું કમિશન, જાણો નિયમો અને ખર્ચ
LPG ગેસ એજન્સી એ એક એવો બિઝનેસ છે, જેમાં ઓછા રોકાણમાં સારી કમાણીની સંભાવના છે. સરકારની યોજનાઓ અને વધતી માંગને કારણે આ બિઝનેસ ભવિષ્યમાં પણ લાભદાયી રહેશે.
ગેસ એજન્સી શરૂ કરવા માટેનો ખર્ચ વિસ્તાર, કંપની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે.
ભારતમાં LPG ગેસ એજન્સી બિઝનેસ એક લાભદાયી તક છે, જેમાં ઓછા રોકાણમાં સારી કમાણી થઈ શકે છે. ગેસ સિલિન્ડરની વધતી માંગ અને સરકારની યોજનાઓએ આ બિઝનેસને વધુ આકર્ષક બનાવ્યો છે. ચાલો જાણીએ કે ગેસ એજન્સી ખોલવા માટે શું જરૂરી છે, ખર્ચ કેટલો થશે અને કેટલી કમાણી થઈ શકે છે.
LPG કનેક્શનની વધતી માંગ
ભારતમાં ઘરેલું LPG કનેક્શનની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં બમણાથી પણ વધી ગઈ છે. 1 જુલાઈ, 2025 સુધી દેશમાં 33.52 કરોડ એક્ટિવ ડોમેસ્ટિક LPG કનેક્શન છે, જ્યારે 2014માં આ સંખ્યા માત્ર 14.52 કરોડ હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યા છે, જેના કારણે ગેસ એજન્સી બિઝનેસની માંગમાં ઝડપથી વધારો થયો છે.
કઈ કંપનીઓ આપે છે ડિસ્ટ્રિબ્યૂટરશિપ?
ભારતમાં ત્રણ મુખ્ય સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ગેસ ડિસ્ટ્રિબ્યૂટરશિપ આપે છે:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL): ઇન્ડેન ગેસ
ભારત પેટ્રોલિયમ (BPCL): ભારત ગેસ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): એચપી ગેસ
આ કંપનીઓ દ્વારા ડિસ્ટ્રિબ્યૂટરશિપ મેળવવા માટે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવી પડે છે.
ગેસ એજન્સી ખોલવાની પ્રક્રિયા
અરજી: અરજી ઓનલાઇન (https://www.lpgvitarakchayan.in) અથવા સંબંધિત કંપનીની વેબસાઇટ (iocl.com, myhpgas.in, my.ebharatgas.com) પરથી ભરવી. અરજી પછી ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, જેમાં વિવિધ પેરામીટર્સ શિક્ષણ, અનુભવ, નાણાકીય સ્થિતિ પર નંબર આપવામાં આવે છે. ત્યાર બાદ અધિકારીઓ દ્વારા ઉમેદવારના ડોક્યુમેન્ટ્સ અને જમીનની તપાસ કરવામાં આવે છે. જો એક વિસ્તારમાં ઘણા યોગ્ય ઉમેદવારો હોય, તો લકી ડ્રો દ્વારા ડિસ્ટ્રિબ્યૂટરશિપ આપવામાં આવે છે. અખબારોમાં નોટિફિકેશન અને https://www.lpgvitarakchayan.in પોર્ટલ પર અરજીની માહિતી મળે છે. જરૂરી લાયકાતમાં ભારતીય નાગરિક હોવું જરૂરી. ઓછામાં ઓછું 10મું પાસ. ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે અને પરિવારનો કોઈ સભ્ય OMCમાં નોકરી ન કરતો હોવો જોઈએ.
અરજી ફી: મહત્તમ 10,000 (નોન-રિફંડેબલ), જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત કારણ કે ગેસ એજન્સી માટે ગોડાઉન બનાવવું પડે છે. જમીન તમારા નામે હોવી જોઈએ અથવા ઓછામાં ઓછી 15 વર્ષની લીઝ પર હોવી જોઈએ. ગોડાઉન સુધી દરેક ઋતુમાં વાહન પહોંચી શકે તેવો રસ્તો હોવો જરૂરી. તેમજ OMC અધિકારીઓ જમીન અને ડોક્યુમેન્ટ્સની તપાસ કરે છે.
કોને મળે છે પ્રાથમિકતા?
50% રિઝર્વેશન: સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે.
અન્ય રિઝર્વેશન: અનુસૂચિત જાતિ, જનજાતિ, સ્વાતંત્ર્ય સેનાની, ભૂતપૂર્વ સૈનિક, સશસ્ત્ર દળો, પોલીસ સેવા, રાષ્ટ્રીય ખેલાડીઓ અને સામાજિક રીતે અક્ષમ લોકોને પ્રાથમિકતા.
મેટ્રો શહેરો, ગ્રામીણ વિસ્તારો અને નગરપાલિકાઓમાં ડિસ્ટ્રિબ્યૂશનની મંજૂરી.
ગેસ એજન્સી ખોલવાનો ખર્ચ
ગેસ એજન્સી શરૂ કરવા માટેનો ખર્ચ વિસ્તાર, કંપની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે. સામાન્ય રીતે 15 લાખથી 30 લાખ આવતો હોય છે જેમાં સિક્યોરિટી ડિપોઝિટ (કંપની પ્રમાણે), ગોડાઉન અને ઓફિસ બાંધકામ અથવા ભાડું, કોમ્પ્યુટર, પ્રિન્ટર, વજન મશીન, સિલિન્ડર ડિલિવરી માટે વાહનનો સમાવેશ થઈ શકે છે.
કેટલી થઈ શકે છે કમાણી?
LPG ડિસ્ટ્રિબ્યૂટરને સિલિન્ડર દીઠ કમિશન મળે છે, 14.2 કિલો સિલિન્ડર: 73.08 (જેમાં 33.43 ડિલિવરી ચાર્જ સામેલ). 5 કિલો સિલિન્ડર: 36.54 (જેમાં 16.72 ડિલિવરી ચાર્જ સામેલ). અન્ય કમાણી: ગેસ સ્ટોવ, રેગ્યુલેટર, ગેસ સપ્લાય પાઇપનું વેચાણ અને નવા કનેક્શન પર કમિશન.
આ ઉપરાંત, નવા કનેક્શન અને એક્સેસરીઝના વેચાણથી વધારાની આવક થાય છે. ભારતમાં LPGની માંગ 5-6%ના દરે વધી રહી છે, જે બિઝનેસની આવકમાં સ્થિરતા અને વૃદ્ધિની સંભાવના દર્શાવે છે.