શું તમારો CIBIL સ્કોર શાનદાર છે? આ 5 સરકારી બેંકો આપે છે સૌથી સસ્તી હોમ લોન
આરબીઆઈના રેપો રેટમાં 0.50% ઘટાડા બાદ સરકારી બેંકો ઓફર કરે છે આકર્ષક હોમ લોન રેટ્સ, હોમ લોનના વ્યાજ દરનો અંતિમ નિર્ણય બેંકના આંતરિક મૂલ્યાંકન અને તમારા CIBIL સ્કોર પર આધારિત હોય છે. શ્રેષ્ઠ દરો મેળવવા માટે, તમારો ક્રેડિટ પ્રોફાઇલ મજબૂત હોવો જરૂરી છે.
દેશની સૌથી મોટી બેંક SBI 7.50% ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં 0.50%ના ઘટાડા બાદ દેશની અગ્રણી સરકારી બેંકોએ હોમ લોનના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જો તમે નવું ઘર ખરીદવાનું અથવા હોમ લોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. પરંતુ, આ સસ્તા લોનનો લાભ લેવા માટે તમારું CIBIL સ્કોર મજબૂત હોવો જરૂરી છે. અહીં અમે દેશની 5 ટોચની સરકારી બેંકોની હોમ લોન ઓફર્સ વિશે વાત કરીશું, જે સૌથી ઓછા વ્યાજ દરે લોન આપે છે.
1. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન માટે 7.35%ના શરૂઆતી વ્યાજ દરે આકર્ષક ઓફર આપે છે. આ બેંકની પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50% અથવા મહત્તમ 15,000 રૂપિયા + GST છે. જો તમારો CIBIL સ્કોર સારો છે, તો આ બેંક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
2. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પણ 7.35%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. જો તમારું CIBIL સ્કોર ઓફ ઈન્ડિયા પણ 7.35%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. જો તમારો CIBIL સ્કોર 800 કે તેથી વધુ છે, તો તમને સૌથી ઓછા વ્યાજ દરે લોન મળવાની શક્યતા વધી જાય છે. આ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50% અથવા મહત્તમ 20,000 રૂપિયા + GST છે.
3. બેંક ઓફ મહારાષ્ટ્ર
બેંક ઓફ મહારાષ્ટ્ર પણ 7.35%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન આપે છે. આ બેંક મહિલાઓ અને ડિફેન્સ પર્સનલ માટે 0.05%નું ડિસ્કાઉન્ટ પણ સામેલ કર્યું છે. આ બેંક મહિલાઓ અને ડિફેન્સ પર્સનલ માટે 0.05% ની વધારાની છૂટ આપે છે. આ ઉપરાંત, હોમ લોન ગ્રાહકોને કાર અને એજ્યુકેશન લોન પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
4. કેનરા બેંક
કેનરા બેંક 7.40%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન પ્રોવાઇડ કરે છે. આ બેંકની પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50% અથવા ન્યૂનતમ 1,500 રૂપિયા + GST થી મહત્તમ 10,000 રૂપિયા + GST છે. આ બેંકની ઓફર આકર્ષક અને સ્પર્ધાત્મક છે.
5. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
દેશની સૌથી મોટી બેંક SBI 7.50% ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.35% + GST છે. SBI ની વિશ્વસનીયતા અને વ્યાપક નેટવર્ક તેને લોકપ્રિય પસંદગી બનાવે છે.
જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ બેંકોની ઓફિશિયલ વેબસાઇટ્સ પર જઈને વધુ માહિતી મેળવો અથવા નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો. તમારા નાણાકીય લક્ષ્યોને અનુરૂપ શ્રેષ્ઠ ઓફર પસંદ કરવા માટે વિવિધ બેંકોની તુલના કરવી મહત્વપૂર્ણ છે.