ટેક્સ પ્લાનિંગ: નવા ટેક્સ રિજીમની સમજ મૂકેશભાઈ સાથે - tax planning understanding of new tax regime with mukeshbhai | Moneycontrol Gujarati
Get App

ટેક્સ પ્લાનિંગ: નવા ટેક્સ રિજીમની સમજ મૂકેશભાઈ સાથે

નવા ટેક્સ રિજિમમાં 5 થી 7.5 લાખ પર 5 ટકા, 7.5થી 10 લાખ રૂપિયા ઉપર 15 ટકાનો દર છે.

અપડેટેડ 10:17:12 AM Mar 07, 2020 પર
Story continues below Advertisement

નવા ટેક્સ રિજિમમાં 5 થી 7.5 લાખ પર 5 ટકા, 7.5થી 10 લાખ રૂપિયા ઉપર 15 ટકાનો દર છે. 10થી 12.5 લાખ રૂપિયા ઉપર 20 ટકા, 12.5થી 15 લાખ રૂપિયા ઉપર 25 ટકાનો દર છે. 15 લાખ રૂપિયાથી ઉપરની આવક પર 30 ટકાના દરે કરવેરાની જોગવાઇ છે. આ બઘા રેટમાં હેલ્થ અને એજ્યુકેશન સેસ તો અલગથી લાગશે જ.

પગારદારને નવા ટેક્સ રિજિમમાં 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન બાદ નહીં મળે. આ ઉપરાંત નવા ટેક્સ રિજિમમાં પ્રોફેશ્નલ ટેક્સ કપાતનો લાભ નહીં મળે. તેમજ એચઆરએ અને એલટીસીની કરમુક્તિ અને કપાત નહીં મળે. આ ઉપરાંત પગારદારને નવા ટેક્સ રિજિમમાં હોમલોનના વ્યાજની કપાતનો લાભ નહીં મળે.     

આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળના વિવિધ રોકાણ અને ખર્ચ ઉપરની મુક્તિ નહીં મળે. જેમ કે ટ્યુશન ફી, પીપીએફમાં રોકાણ, દાનની રકમ, એજ્યુકેશન લોનનું વ્યાજ જેવી કપાતનો લાભ નહીં મળે. ધંધો કે વ્યવસાય કરતાં કરદાતાને વધારાનો ઘસારાનો લાભ મળતો હતો તે નહીં મળી શકે. નવા ટેક્સ રિજિમમાં નિયત ધંધા માટેની 35એડી હેઠળ વિશિષ્ટ કપાતનો લાભ નહીં મળે.
           
જે સ્પેશ્યલ એલાઉન્સ માટે કલમ 10એ હેઠળ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ચાલુ રાખવાનું વિચારી રહ્યા છે. ટૂર કે ટ્રાન્સફર એલાઉન્સ છે તે ચાલુ રાખવામાં આવી શકે છે. પીએફ, પીપીએફનું વ્યાજ અને ઇન્સ્યોરન્સની પાકતી મુદ્દતે મળતી કરમુક્તિ યથાવત્ રાખી છે. તેમજ નિવૃત્તિ સમયે મળતાં લાભને પગારદાર વર્ગ માટે ચાલુ રાખવામાં આવ્યા છે. કેપિટલ ગેઇન સાથે જોડાયેલા કપતા અને ઇન્ડેક્સેશનના લાભ યથાવત્ રાખવામાં આવ્યા છે.

પરિવારમાં વ્યક્તિગત કરવેરાની જવાબદારીનું આયોજન કરવું પડશે. પરિવારના સભ્ય ઉપરાંત એચયુએફ કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ હોય તે અંતર્ગત આયોજન કરવું જોઇએ. 7-8 લાખ રૂપિયાની આવક હોય તેવા પગારદાર માટે જૂની યોજના જ સારી રહે છે. 8 લાખ રૂપિયાની કુલ ગ્રોસ આવક હોય તેમાં અલગ અલગ કપાતનો લાભ લઇ શકો છો. આ પ્રકારની કપાત બાદ 5 લાખની ગ્રોસ આવકની મર્યાદામાં આવી શકો છો. તેથી તેના ઉપર શૂન્ય ટેક્સ લાગે છે.

જ્યારે નવા ટેક્સ રિજિમમાં 7થી 8 લાખ રૂપિયાની આવક ઉપર સીધો ટેક્સ લાગે છે. ઘણીવાર એવું બને કે કપાતનું આયોજન એક જ વ્યક્તિની આવકમાં કરતાં હોય છે. તો તમારે હવે કોમ્બો કરવું જોઇએ જે સભ્યની આવકમાં ડિડ્ક્શન વધારે હોય તે જૂની યોજનામાં રહે. જ્યારે જેમાં ડિડ્ક્શનની જોગવાઇ નથી તેવા કિસ્સામાં નવા ટેક્સ રિજિમમાં જવું જોઇએ.

સવાલ: જુનાગઢથી અરશી રામ નો સવાલ છે હું પાર્ટલી હેન્ડીકેપ છું અને હું સ્ટેટ ગર્વમેન્ટમાં જોબ કરું છું તો મારે કયું ઓપ્શન લેવું જોઇએ?

જવાબ: અરશીભાઇ તમે જૂના ઓપ્શનમાં બનેલા રહો એ વ્યાજબી રહેશે. તમારી આવક 6.30 હજાર રૂપિયાની આવક છે. કલમ 80યુ હેઠળ 1.25 લાખની કપાત લેવા માટે હક્કદાર છો. તેથી આપની કુલ આવક 5 લાખ 5 હજાર રૂપિયા થઇ જાય છે તેથી આપને 5 હજાર રૂપિયાની કરમુક્ત રોકાણ આયોજન કરવું પડે. તેથી આપની 5 લાખ રૂપિયાની મર્યાદામાં આવક થતાં શૂન્ય ટેક્સ ઝોનમાં આવી જશો. જ્યારે નવી સ્કીમમાં આવી કોઇ કપાત નહીં મળે અને તમારી આવક ઉપર 13 હજાર રૂપિયાનો ટેક્સ ભરવો પડશે.

સવાલ: ગાંધીનગરથી વિષ્ણુ પટેલનો સવાલ છે નવા વર્ષથી ફિઝિકલ હેન્ડીકેપ પર્સન માટે 80યુ હેઠળની ટેક્સ રાહતમાં કોઇ વધારો કર્યો છે?


જવાબ: અંદાજપત્રમાં આપની 80યુ હેઠળની કપાતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એનપીએસમાં તમે વધારાના 50 હજાર રૂપિયાની કપાત ચાલુ રહેશે. આ બંને કપાતનો લાભ લેવો હોય તો તેમાં તમારે જૂના ટેક્સ રિજિમમાં જ રહેવું પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 28, 2020 6:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.