IT Stocks: એક્સેંચરે ઘટાડ્યા રેવેન્યૂ ગાઈડેંસ, આઈટી શેરોને લાગ્યો ઝટકો, જાણો આઈટી સેક્ટર પર બ્રોકરેજની સલાહ
સીએલએસએ એ આઈટી સેક્ટર પર વિપ્રો, HCL, TCS અને LTI માઈન્ડટ્રી પર વેચાણના રેટિંગ યથાવત્ રાખ્યા છે. આગળ તેમણે કહ્યુ કે H2માં કોઈ મોટા સુધારાની આશા નહી. બેન્કિંગ અને ટેલિકોમ સેક્ટરમાં નરમાશની આશા દેખાય રહી છે. ભારતીય IT કંપનીઓની કોમેન્ટ્રી નબળી રહી.
IT Stocks: મોર્ગન સ્ટેનલીએ આઈટી સેક્ટર પર કહ્યુ Accentureના ગાઈડન્સ ઘટાડવાથી ચિંતા વધી છે. ભારતીય IT કંપનીઓના આવક ગ્રોથની ગતિ પર ચિંતા વધી છે.
IT Stocks: નિફ્ટી આઈટી ઈંડેક્સમાં હાલના સપ્તાહમાં 4 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે. જો તેની ચાર્ટ પેટર્ન જોઈએ તો આ ઈંડેક્સમાં વર્તમાન સ્તરોથી વધારે ઘટાડો આવવાની સંભાવના દેખાય રહી છે. ગુરૂવારના ચાર દિવસના ઘટાડાનો સિલસિલો તૂટવાની પહેલા, નિફ્ટી આઈટી ઈંડેક્સ બુધવારના 35,697 ના નિચલા સ્તર પર પહોંચી ગયો હતો.
Accentureએ FY24ના માટે આવક ગ્રોથ ગાઈડન્સ ઘટાડ્યુ. આવક ગ્રોથ ગાઈડન્સ 2-5%થી ઘટી 1-3% કર્યું. ગ્રાહક તરફથી ખર્ચમાં ઘટાડો યથાવત્ રહી શકે છે. નાના પ્રોજેક્ટમાં પણ ગ્રાહક ખર્ચ ઘટાડી રહ્યા છે. Q2માં Accentureની નવી બુકિંગ 2% ઘટી $21.58 Bn રહી. વર્ષ દર વર્ષના આધાર પર ક્મુયનિકેશન્સ, મીડિયા અને ટેકની આવક 8% ઘટી. મેક્રોમાં નરમાશથી CY24ના બજેટમાં દબાણની આશંકા છે. કન્સલ્ટિંગ સેગમેન્ટ ફ્લેટ રહેવાની અપેક્ષા છે. પૂરા વર્ષ મેનેજ્ડ સર્વિસિઝમાં મિડ-સિંગલ ડિજીટ ગ્રોથ શક્ય છે. ગ્રાહકો તરફથી નવા ઓર્ડરમાં સંભવિત વિલંબ રહેશે. Q2માં Gen AI માટે નવું બુકિંગ $600 Mn રહ્યું. છેલ્લા 2ક્વાર્ટરમાં જનરલ AI બુકિંગ $1 બિલિયન રહ્યું.
આઈટી સેક્ટર પર બ્રોકરેજની સલાહ
IT પર નોમુરા
નોમુરાએ આઈટી સેક્ટર પર લાર્જકેપમાં ટેક મહિન્દ્રા પર ખરીદારીની સલાહ આપી છે. જ્યારે મિડકેપમાં કોફોર્જ, બિરલાસોફ્ટ પર 'BUY' ની સલાહ આપી છે. મિડકેપમાં eClerx પર પણ 'BUY'ની સલાહ આપેલ છે. જ્યારે વિપ્રો, TCS, LTI માઈન્ડ ટ્રી પર રિડ્યુસના કોલ આપ્યા છે. સાથે જ LTTS અને એમ્ફેસિસ પર પણ રિડ્યુસના કોલ આપ્યા છે. આગળ તેમણે કહ્યુ કે ડિસ્ક્રેશનરી રિવાઈવલ આવતા વાર લાગશે એટલે સાવધાન રહેવુ.
IT પર CLSA
સીએલએસએ એ આઈટી સેક્ટર પર વિપ્રો, HCL, TCS અને LTI માઈન્ડટ્રી પર વેચાણના રેટિંગ યથાવત્ રાખ્યા છે. આગળ તેમણે કહ્યુ કે H2માં કોઈ મોટા સુધારાની આશા નહી. બેન્કિંગ અને ટેલિકોમ સેક્ટરમાં નરમાશની આશા દેખાય રહી છે. ભારતીય IT કંપનીઓની કોમેન્ટ્રી નબળી રહી.
IT પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈટી સેક્ટર પર કહ્યુ Accentureના ગાઈડન્સ ઘટાડવાથી ચિંતા વધી છે. ભારતીય IT કંપનીઓના આવક ગ્રોથની ગતિ પર ચિંતા વધી છે. આશા કરતા રિકવરીની ઝડપ થોડી ધીમી રહેશે. FY25 આવક અનુમાન પર રિસ્ક છે.
IT પર DAM કેપિટલ
DAM કેપિટલે આઈટી સેક્ટર પર કહ્યું Accentureના ગાઈડન્સ ઘટાડાની ભારતીય કંપનીઓ પર અસર દેખાશે. લાંબા ગાળાની અને મોટી ડીલ પર ખાસ ફોકસ રાખવો જોઈએ. બિરલા સોફ્ટ જેવી કંપનીઓ માટે સમય સારો રહેશે. IT ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથ થોડો ઓછો રહી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)