Broker's Top Picks: બેન્ક, પીએસયૂ બેન્ક, એવન્યુ સુપરમાર્ટ, સિટી ગેસ કંપનીઓ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ એવન્યુ સુપરમાર્ટ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે D-Mart હંમેશા સસ્તા ભાવ માટે જાણીતી છે. ભાવની સરખામણીએ હવે અન્ય રિટેલર્સ વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે. પણ હવે જો અન્ય પણ ભાવ ઘટાડશે તો સ્પર્ધાત્મક ફાયદો ઘટી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બેન્ક પર CLSA
સીએલએસએ એ બેન્ક પર RBIએ ECL ફેમવર્ક પર ડ્રાફ્ટ સર્કુલર જાહેર કર્યો. જેથી બેન્કો અને SBI કાર્ડ્સ માટે સેન્ટિમેન્ટને બૂસ્ટ મળશે. નીતિમાં ફેરફારોને કારણે બેન્કિંગ શેરમાં ખરીદદારી આવી શકે છે. કોર્પોરેટ, MSME અને રિયલ એસ્ટેટ લોન માટે નવી રીતે રિસ્ક વેઇટ નક્કી કરશે. બેન્કો પર મૂડી રાખવાની ફરજ ઘટી શકે છે, એટલે બેન્કોને ફાયદો થશે. ગ્રાહકોને હવે રેગુલેટરી રિટેલ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. લોનને Stage 1, Stage 2, Stage 3 તરીકે વર્ગીકૃત કરાશે. લોનની વસૂલી થવાની સંભાવના આધારે બેન્કોને પહેલાંથી જ પ્રોવિઝન કરવી પડશે.
PSU બેન્ક પર UBS
યુબીએસે પીએસયુ બેન્ક પર કેનેરા બેન્ક માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. ત્યારે યુનિયન બેન્ક માટે ખરીદદારીની સલાહ યથાવત છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. PNB માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹120 પ્રતિશેરના નક્કી કર્યા છે. PSU બેન્કિંગ સેક્ટર માટે રિસ્ક રેવોર્ડ ન્યૂટ્રલ રાખ્યા છે. ઓવરઓલ ગ્રોથ આઉટલુક મોડેસ્ટ, માર્જિનમાં દબાણ ઓછું રહી શકે છે. કોર Pre-provision operating profit ઓછું હોવાથી RoA પર મોટું કુશન નહીં.
એવન્યુ સુપરમાર્ટ પર HSBC
એચએસબીસીએ એવન્યુ સુપરમાર્ટ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે D-Mart હંમેશા સસ્તા ભાવ માટે જાણીતી છે. ભાવની સરખામણીએ હવે અન્ય રિટેલર્સ વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે. પણ હવે જો અન્ય પણ ભાવ ઘટાડશે તો સ્પર્ધાત્મક ફાયદો ઘટી શકે છે. કંપની માટે હાઈ સેમ-સ્ટોર સેલ્સ ગ્રોથને ટકાવી રાખવામાં પડકારો છે. જો SSSg માં 1% વધારો થાય તો કંપનીનું fair વેલ્યુ આશરે 11% વધી જશે. SSSgમાં નાનો ફેરફાર પણ શેરના વેલ્યુ પર મોટો પ્રભાવ પાડશે. નવા સ્ટોર ખોલવાથી આવક થોડી વધશે પણ SSSG પર ઓછી પડશે.
સિટી ગેસ કંપનીઓ પર નોમુરા
નોમુરાએ સિટી ગેસ પર 15% VATને બદલે 2% CST લાગુ થશે તો કંપનીઓને મોટો ફાયદો મળશે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓના માર્જિનમાં સુધારો થશે. કંપનીને ટેક્સ ફાયદો મળશે. IGL પર EBITDA પર અસર ₹1.36/SCM (standard cubic meter) છે. MGL એટલે કે EBITDA પર અસર ₹0.36/SCM છે. IGLને 22%નો સીધો ફાયદો, MGLને 4% નો ફાયદો થશે. IGL પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹225 પ્રતિશેરના નક્કી કર્યા છે. MGL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1,580 પ્રતિશેરના નક્કી કર્યા છે. MGLનું વેલ્યુએશન અને માર્જિન પ્રોફાઇલ વધુ આકર્ષક છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.