Broker's Top Picks: ઓટો કંપનીઓ, ટાઈટન, કેન ફીન હોમ્સ, લૉરસ લેબ્સ, અર્બન કંપની છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ કેન ફીન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે Q2માં NIM અને અસેટ ક્વોલિટી પર પોઝિટીવ સરપ્રાઈસ રહ્યું. કંપનીના લોન ગ્રોથના દબાણને કારણે વેલ્યુઅશન ઘટ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો કંપનીઓ પર CLSA
સીએલએસએએ ઓટો કંપનીઓ પર વર્ષના આધાર પર તહેવાર સિઝન દરમિયાન PV ગ્રોથ 17% રહ્યો છે. વર્ષના આધાર પર 2 વ્હીલર ગ્રોથ 20% રહ્યો છે. PV વોલ્યુમ હજુ પણ ગત વર્ષ કરતા નીચે છે. મારૂતિ સુઝુકીનું PV અને હીરો મોટો કોર્પનું 2-વ્હીલર સેગમેન્ટનું માર્કેટ શેર વધ્યુ. M&M, Maruti Suzuki, Tata Motors અને બજાજ ઓટો ટોપ પિક્સ છે.
ટાઈટન પર UBS
યુબીએસે ટાઈટન પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹4700 પ્રતિશેરના નક્કી કર્યા છે. યુબીએસનું કહેવુ છે કે આગામી 2 વર્ષમાં મજબૂત અર્નિગ્સ દેખાડી શકે છે. બ્રાન્ડની મજબૂતાઈ, ગ્રાહક વિશ્વાસ અને Lab-grown ડાયમન્ડ્સથી મર્યાદિત જોખમ છે. FY26-27માં 21%-46% ગ્રોથની અપેક્ષા છે.
કેન ફીન હોમ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ કેન ફીન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે Q2માં NIM અને અસેટ ક્વોલિટી પર પોઝિટીવ સરપ્રાઈસ રહ્યું. કંપનીના લોન ગ્રોથના દબાણને કારણે વેલ્યુઅશન ઘટ્યા.
લૉરસ લેબ્સ પર B&K સિક્યોરિટીઝ
B&K સિક્યોરિટીઝે લૉરસ લેબ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1030 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના CDMO સેગમેન્ટ આગળ જતાં અર્નિગ્સ માટે મુખ્ય ડ્રાઈવર બની શકે છે. ARV બિઝનેસમાં વિક્ષેપ હવે દૂર થઈ ગયા છે. કંપનીમાં સ્થિર ગ્રોથ જોવા મળી રહ્યો છે.
અર્બન કંપની પર MS
મોર્ગન સ્ટેનલીએ અર્બન કંપની પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹117 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ ઓનલાઈન હોમ સર્વિસ માર્કેટ વધાર્યું. પણ વેલ્યુએશન પહેલેથી જ ઉંચા છે. FY25–28 વચ્ચે NTVમાં 18–22% CAGR ગ્રોથ રહી શકે છે. હાઈ ચર્ન અને સપ્લાઈમાં નરમાશથી ગ્રોથ મર્યાદિત રહી શકે છે.
અર્બન કંપની પર GS
ગોલ્ડમેન સૅક્સે અર્બન કંપની પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની પાસે મજબૂત અમલીકરણ સ્ટ્રેન્થ અને બિઝનેસ મોડલ ડિફેન્સિવ છે. FY25–30 દરમિયાન 24% આવક CAGR અને 35% EBITDA CAGRની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.