Broker's Top Picks: ઓટો, એચયુએલ, એનએચપીસી, અંબુજા સિમેન્ટ, સ્વિગી, નવીન ફ્લોરિન છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ એનએચપીસી પર હાઈ કન્વિક્શન સાથે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. શેરની ચાલ હાલ સુધી ધણીજ ધીમી રહી છે. હાઈડ્રોપાવર અને ન્યૂ એનર્જી શેર વધી રહ્યા છે. સિંધુ જળ સંધિ એક મોટો ટ્રીગર છે. આગામી 4 વર્ષમાં શેર બમણા થઈ શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો પર MS
મોર્ગન સ્ટેનલીએ ઓટો પર GST કાપથી કંપનીઓ ગાડીઓના પ્રાઈસ ઘટાડી રહ્યા છે. ગાડીઓના પ્રાઈસમાં આટલો ઘટાડો આની પહેલા નથી થયો. M&M, TVS અને આઇશર મોટર્સ પહેલેથી જ માર્કેટ શેર મેળવી રહ્યા છે. પ્રાઈસમાં ઘટાડો વધુ કંપનીના વલણને વેગ આપી શકે. આઈશર મોટર માટે રેટિંગ અપગ્રેડ કરી ઈક્વલવેટ કર્યા, લક્ષ્યાંક વધારીને ₹7201 પ્રતિશેરના નક્કી કર્યા છે. હીરો મોટો કોર્પ રેટિંગ અપગ્રેડ કરી ઈક્વલવેટ કર્યા, લક્ષ્યાંક વધારીને ₹5968 પ્રતિશેરના નક્કી કર્યા છે. બજાજ ઓટો માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરવેટ કર્યા, લક્ષ્યાંક ₹8075 પ્રતિશેરના નક્કી કર્યા છે.
HUL પર જેફરિઝ
જેફરિઝે એચયુએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEOએ ઈન્વેસ્ટર સમિટમાં સ્ટ્રેટેજિક પ્રાથમિકતાની રૂપરેખા આપી. ભારતના મજબૂત ગ્રોથની અપેક્ષા છે. US અને ભારતની બહાર અધિગ્રહણ નહીં કરે. પ્રિયા નાયરને લઈ મેનેજમેન્ટમાં વિશ્વાસ છે. મધ્યગાળામાં ગ્રોથ GDPને અનુરૂપ રહેશે. ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.
NHPC પર CLSA
સીએલએસએ એ એનએચપીસી પર હાઈ કન્વિક્શન સાથે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. શેરની ચાલ હાલ સુધી ધણીજ ધીમી રહી છે. હાઈડ્રોપાવર અને ન્યૂ એનર્જી શેર વધી રહ્યા છે. સિંધુ જળ સંધિ એક મોટો ટ્રીગર છે. આગામી 4 વર્ષમાં શેર બમણા થઈ શકે છે.
અંબુજા સિમેન્ટ પર CLSA
સીએલએસએ એ અંબુજા સિમેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹665 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રીમિયમાઇઝેશન અને Lower Indirect Taxમાં વધારો થઈ રહ્યો છે. મોન્સૂન અને વિલંબિત ખરીદીને કારણે નજીકના ગાળાની માંગ પર અસર છે. મધ્યમ ગાળામાં 7-8% ગ્રોથની અપેક્ષા સાથે ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે.
Swiggy પર CLSA
સીએલએસએ એ સ્વિગી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹509 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ કોન્ફરન્સ કોલમાં પોઝિટીવ સંકેત આપ્યા. ક્વિક કોમર્સ બિઝનેસ માટે માર્જિન ગાઈડન્સ જાળવી રાખ્યું. આગળ જતાં માર્જિનમાં વાર્ષિક 60 bps ગ્રોથની અપેક્ષા છે. મધ્યમ ગાળામાં ફૂડ ડિલિવરીમાં 18%-20%ની GOV ગ્રોથની અપેક્ષા છે.
નવીન ફ્લોરિન પર જેફરિઝ
જેફરિઝે નવીન ફ્લોરિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6025 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં મજબૂત માંગ અને ચીનમાંથી મર્યાદિત નિકાસને કારણે R32 રિફ્લક્સ ગેસના ભાવ સ્થિર રહ્યા છે. Samsung ઇલેક્ટ્રોનિક્સ સાથેના નવા ડેટા સેન્ટર કૂલિંગ કરારથી ગ્રોથને સપોર્ટ મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.