Broker's Top Picks: બજાજ ઑટો, બજાજ ફાઈનાન્સ, પીવીઆર આઈનોક્સ, એનસીસી છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: બજાજ ઑટો, બજાજ ફાઈનાન્સ, પીવીઆર આઈનોક્સ, એનસીસી છે બ્રોકરેજના રડાર પર

CLSAએ બજાજ ઓટો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹9971 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA માર્જિન 19.7% અનુમાન મુજબ છે. વર્ષ દર વર્ષના આધાર પર આવકમાં 5.5% ગ્રોથ છે. પ્રોડક્ટ મિક્સ મજબૂત છે. લેટમ અને આસિયાનથી એક્સપોર્ટમાં રિકવરી કરવામાં આવી. FY26 માટે એક્સપોર્ટ વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ 15–20%ની સામે 10% આપ્યું.

અપડેટેડ 10:43:12 AM Aug 07, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બજાજ ઓટો પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને બજાજ ઓટો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં કંપનીની સ્થિતિ ફરી મજબૂત, બિઝનેસ સ્ટેબલ છે. વોલેટાઈલ ડિમાન્ડ વચ્ચે ડાઉનસાઈડ પ્રોટેક્શન રહ્યું. મલ્ટી-પાવરટ્રેન પોર્ટફોલિયો, મજબૂત એક્સપોર્ટ અને પ્રીમિયમ સેગમેન્ટની ગ્રોથથી અસાધારણ નરમાશમાં ભરપાઈ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર EBITDA અને PAT અનુમાનથી 2–4% વધુ, માર્જિનમાં 50bpsનો ઘટાડો છે. ઇનપુટ ખર્ચ અને ડૉલર રિયલાઈઝેશનમાં નરમાશ છે.


બજાજ ઓટો પર CLSA

CLSAએ બજાજ ઓટો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹9971 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA માર્જિન 19.7% અનુમાન મુજબ છે. વર્ષ દર વર્ષના આધાર પર આવકમાં 5.5% ગ્રોથ છે. પ્રોડક્ટ મિક્સ મજબૂત છે. લેટમ અને આસિયાનથી એક્સપોર્ટમાં રિકવરી કરવામાં આવી. FY26 માટે એક્સપોર્ટ વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ 15–20%ની સામે 10% આપ્યું.

બજાજ ફાઈનાન્સ પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને બજાજ ફાઈનાન્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹640 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પરિણામ બાદ હાલ સુધીમાં 9% શેર તૂટી ચુક્યો છે. આગળ પણ વધુ ઘટાડાની આશંકા છે. કંપનીનું ક્રેડિટ કોસ્ટ સાથે સ્ટ્રક્ચરલ રિસ્ક પણ વધ્યુ. EPS ગ્રોથ પર લોન્ગ ટર્મ દબાણ શક્ય છે.

PVR આઈનોક્સ પર CLSA

સીએલએસએ એ પીવીઆર આઈનોક્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1920 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં આવક અનુમાન કરતા મજબૂત છે. ATP 8% વધ્યો, ટિકિટ સેલ્સમાં 23% વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોથ છે. બૉલીવુડ અને હૉલીવુડ બન્ને ફિલ્મો GBOCમાં 38-72% વર્ષ દર વર્ષના આધાર પર ઉછાળો છે. જુલાઈ પણ મજબૂત રહ્યું, 18 મહિના હાઈ એડમિશન ટ્રેડ છે.

NCC પર CLSA

સીએલએસએ એ એનસીસી પર વહેલા મોન્સૂન અને પ્રોજેક્ટમાં વિલંબને કારણે મંદી હતી, પરંતુ કંપનીએ તેનું FY26માં ગાઈડન્સ જાળવી રાખ્યું. સીએલએસએએ તેના પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹315 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મુંબઈમાં મોન્સૂન અને UPના વોટર પ્રોજેક્ટ્સમાં વિલંબની અસર છે. વર્ષ દર વર્ષના આધાર પર બેકલોગ ગ્રોથ 33% છે. FY26 ગાઈડન્સ યથાવત્, H2માં એક્ઝિક્યુશન અને માાર્જિનમાં તેજીની અપેક્ષા છે. FY26–28માં EPS અનુમાનમાં 2–5% નો ઘટાડો થયો છે. વોટર સેગમેન્ટમાં સૌથી વધુ લિક્વિડ પ્લે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2025 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.