Broker's Top Picks: કેપિટલ માર્કેટ્સ, એનર્જી એન્ડ યુટિલિટીઝ, પેન્ટ્સ કંપનીઓ, લ્યુપિન, જીએમઆર એરપોર્ટ્સ, પિડીલાઈટ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એનર્જી એન્ડ યુટિલિટીઝ પર GSPC માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા. રેટિંગ ઓવરવેટથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹295 પ્રતિશેરના નક્કી કર્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કેપિટલ માર્કેટ્સ પર જેફરિઝ
જેફરિઝે કેપિટલ માર્કેટ્સ પર હવે માત્ર 15 દિવસ, મંથલી એક્સપાયરી સંભાવના છે. NSE, BSE બન્નેની એક જ દિવસે એક્સપાયરીના સમાચાર મળશે. BSEના FY27 EPSમાં 20-50%નો ઘટાડો શક્ય. નુવામાના FY27 EPSમાં 15-25%નો ઘટાડો શક્ય. આ મામલે આજે SEBIની બોર્ડ બેઠક પર નજર રહેશે. એક્સપાયરીમાં મોટા ફેરફારથી વોલ્યુમ પર અસર પડી શકે છે. BSE, CDSL, એન્જલવન, નુવામા વેલ્થ જેવા શેર્સ અસર જોવા મળી શકે છે.
એનર્જી એન્ડ યુટિલિટીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ એનર્જી એન્ડ યુટિલિટીઝ પર GSPC માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા. રેટિંગ ઓવરવેટથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹295 પ્રતિશેરના નક્કી કર્યા છે. કોવિડ બાદ 3% ગ્રોથ સામે 2027 સુધી વોલ્યુમ અને માર્જિન સપાટ રહેવાની અપેક્ષા છે. સંભવિત અધિગ્રહણોથી FCF અને ગિયરિંગને જોખમ વધી શકે છે, RoEs 5% નીચે ઘટી શકે છે.
પેન્ટ્સ કંપનીઓ પર HSBC
એચએસબીસીએ પેન્ટ્સ કંપનીઓ પર માંગ મિશ્ર પરંતુ ડીલરો તહેવારોની રિકવરી માટે પોઝિટીવ છે. ઈકોનોમી સેગમેન્ટ પર દબાણ યથાવત્ છે. માર્કેટ ચેક દર્શાવે છે કે ડીલર રિબેટ્સ બ્રાન્ડ્સ સિમિલર છે, જ્યારે ઈન્સેટીવ અલગ-અલગ છે.
લ્યુપિન પર ઇન્વેસ્ટેકસ
ઇન્વેસ્ટેકસે લ્યુપિન પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર હોલ્ડથી BUY કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરથી વધારીને ₹2265 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં GLP-1ની તકનો મોટો ફાયદો છે. હાલના કરેક્શનમાં વેલ્યુશન વાજબી બન્યા. FY26માં મજબૂતી પણ FY27માં નરમાશની ધારણા છે.
GMR એરપોર્ટ્સ પર જેફરિઝ
જેફરિઝે GMR એરપોર્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક ₹108 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતના 28% એર ટ્રાફિકને હેન્ડલ કરે છે. યુટિલિટી ઓપરેટરથી ડાઇવર્સિફાઇડ કન્ઝ્યુમર પ્લેટફોર્મમાં પરિવર્તિત થાય છે.
પિડીલાઈટ પર નોમુરા
નોમુરાએ પિડીલાઈટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3785 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Haisha Paints નું પ્રદર્શન અપેક્ષાથી થોડું ઓછું પણ QoQ/MoM ધોરણે સુધારો થયો છે. રેવેન્યુ ગ્રોથ ડબલ ડિજિટ રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.