Broker's Top Picks: સિપ્લા, કેનેરા બેન્ક, હ્યુન્ડાઈ, અદાણી પાવર, એબી કેપિટલ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ હ્યુન્ડાઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2833 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUVના સેલ્સનું સૌથી વધુ યોગદાન છે. તહેવાર સિઝનમાં સેલ્સ 23% રહ્યું. નવા પ્લાન્ટ રેમ્પ-અપ સાથે માર્જિન ઘટી શકે છે. FY30 સુધી 6 નવા મોડલ લોન્ચ કરવાની યોજના છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિપ્લા પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ સિપ્લા પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1396 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ ઈન-લાઈન પણ માર્જિન ગાઈડન્સ કરતા નીચે છે. F25-28માં EPS CAGR ઘટીને 1% રહેવાના અનુમાન છે. H2 સુધી નજીકના ગાળામાં અર્નિગ્સમાં ઘટાડો રહી શકે છે.
કેનેરા બેન્ક પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ કેનેરા બેન્ક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹115 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્કનું NII IT રિફંડ વધ્યું, પણ કોર PPoP 17% અનુમાન કરતા નીચે છે. નફો વધ્યો પણ ક્રેડિટ ખર્ચ અનુમાન કરતા વધુ રહ્યો છે. અન્ડરલાઇન પ્રૉફિટેબિલિટી પર અસર છે.
Hyundai પર સિટી
સિટીએ Hyundai પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ ઈન-લાઈન રહ્યા, તહેવાર સિઝન મજબૂત છે. FY26માં એક્સપોર્ટ ગાઈડન્સ 7-8% રહેવાના અનુમાન છે. પુણે પ્લાન્ટમાં ક્ષમતામાં વધારો થવાથી ખર્ચ પર દબાણ શક્ય છે.
Hyundai પર નોમુરા
નોમુરાએ હ્યુન્ડાઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2833 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUVના સેલ્સનું સૌથી વધુ યોગદાન છે. તહેવાર સિઝનમાં સેલ્સ 23% રહ્યું. નવા પ્લાન્ટ રેમ્પ-અપ સાથે માર્જિન ઘટી શકે છે. FY30 સુધી 6 નવા મોડલ લોન્ચ કરવાની યોજના છે.
અદાણી પાવર પર જેફરિઝ
જેફરિઝે અદાણી પાવર પર ખરીદદારની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹195 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA અનુમાનથી 4% નીચે રહ્યા. FY26 સુધી ક્ષમતા 31GW અને FY32 સુધી 42GW કરવાનો લક્ષ્ય છે.
AB કેપિટલ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ AB કેપિટલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹375 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NBFC સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ અને મજબૂત અસેટ ક્વોલિટી રહી. લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસમાં VNB માર્જિન વધ્યા. જેના કારણે GST ની અસર સંતુલિત રહી. હાઉસિંગ ફાઇનાન્સ અને ઈન્શ્યોરન્સ બન્ને યુનિટ્સમાં મજબૂત પ્રોફ્ટ રહ્યું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.