Broker's Top Picks: Cons Fin,એગ્રો ઈનપુટ્સ, ઓરોબિન્દો ફાર્મા, ડૉ.રેડ્ડીઝ, જેએસપીએલ, ફિનિક્સ મિલ્સ, ઉજ્જીવન SFB છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે કંસોલિડેટેડ ફિનવેસ્ટ પર મહિના દર મહિનાના આધાર પર મે 2025 ઇન્ડસ્ટ્રી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ ગ્રોથ મોડરેટેડ છે. વર્ષ દર વર્ષના આધાર પર કાર્ડ વોલ્યુમ ગ્રોથ 7.5% પર સ્ટેબલ છે. SBI કારેડ સ્પેન્ડ 23% વધ્યુ YoY, માર્કેટ શેર 17% વધ્યુ. એક્સિસ સ્પેન્ડિંગ શેર્સમાં વધારો, HDFC બેંક અને ICICI બેન્કે માર્કેટ શેર ગુમાવ્યા. SBI કાર્ડ માટે હોલ્ડ રેટિંગ યથાવત્ રહ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કંસોલિડેટેડ ફિનવેસ્ટ પર જેફરિઝ
જેફરિઝે કંસોલિડેટેડ ફિનવેસ્ટ પર મહિના દર મહિનાના આધાર પર મે 2025 ઇન્ડસ્ટ્રી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ ગ્રોથ મોડરેટેડ છે. વર્ષ દર વર્ષના આધાર પર કાર્ડ વોલ્યુમ ગ્રોથ 7.5% પર સ્ટેબલ છે. SBI કારેડ સ્પેન્ડ 23% વધ્યુ YoY, માર્કેટ શેર 17% વધ્યુ. એક્સિસ સ્પેન્ડિંગ શેર્સમાં વધારો, HDFC બેંક અને ICICI બેન્કે માર્કેટ શેર ગુમાવ્યા. SBI કાર્ડ માટે હોલ્ડ રેટિંગ યથાવત્ રહ્યા.
એગ્રો ઈનપુટ્સ પર HSBC
HSBCએ એગ્રો ઈનપુટ્સ પર વહેલા વાવણીના વલણો પ્રોત્સાહક રહ્યા છે. H2 જૂનમાં ચોમાસુ સારા રહેવાની અપેક્ષા છે. જો વરસાદ સારો રહ્યો તો H1FY26માં મજબૂતીને ટેકો મળશે. UPL અને ધનુકા એગ્રીટેક માટે ખરીદદારી રહી છે. બેયર કોર્પ માટે હોલ્ડ રેટિંગ, રેલિસ ઈન્ડિયા માટે રિડ્યુસના રેટિંગ આપ્યા છે.
ઓરોબિન્દો ફાર્મા પર HSBC
એચએસબીસીએ ઓરોબિન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1415 પ્રતિશેરથી ઘટાડીને ₹1290 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટેરિફ હોવા છતાં USમાં વેચાણ યથાવત્ રહ્યા છે. નવા પ્લાન્ટની ક્ષમતા વધવાથી ગ્રોથને સપોર્ટ મળ્યો છે. PEN G પ્લાન્ટ ફરી ચાલુ થવુ મોટું ટ્રીગર રહ્યુ છે. PEN G (પેનિસિલિન) પ્લાન્ટ ફરી શરૂ થયો.
ડૉ.રેડ્ડીઝ પર જેફરિઝ
જેફરિઝે ડૉ.રેડ્ડીઝ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1010 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ જેફરિઝ વેચાણમાં 7%નો ઘટાડો રહ્યો. ભારત અને રશિયામાં ક્ષમતા વિસ્તાર પર છે. બાયોસિમિલર પાઇપલાઇન, એક્વિઝિશન પર ફોકસ રહેશે. કંપની માટે ચીનમાં રેગલુટેરી પડકારો છે. FY28 માટે ગ્રોથ યથાવત્ રહી શકે છે. ટૂંકા ગાળાના આઉટલુક પડકારજનક રહેશે.
JSPL પર નુવામા
નુવામાએ JSPL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1193 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 સુધીમાં ડબલ EBITDA થઈ શકે છે. FY25–27 દરમિયાન વોલ્યુમમાં વાર્ષિક 19%નો ગ્રોથ શક્ય છે. ઓછા ખર્ચને કારણે FY27માં EBITDAમાં વધારો જોવા મળી શકે છે. મજબૂત બેલેન્સ શીટ આઉટલુકને ટેકો મળ્યો છે. તાજેતરના કરેક્શન પછી એન્ટ્રી માટે તક મળી છે.
ફિનિક્સ મિલ્સ પર HSBC
HSBCએ ફિનિક્સ મિલ્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાંબા ગાળાના સ્ટોક પર્ફોર્મન્સ મિક્સ્ડ-ઉપયોગ ડેવલપર ટ્રાન્ઝિશન પર ટકી શકે.
ઉજ્જીવન SFB પર HSBC
HSBC એ ઉજ્જીવન SFB પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹61 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માઇક્રોફાઇનાન્સ ટ્રેન્ડ્સ, ડાયવર્સિફિકેશન અને યુનિવર્સલ બેન્ક પર રોકાણકારોનું ફોકસ રહેશે. ઉજ્જિવન ગ્રોથને વેગ આપવા માટે સારી સ્થિતિમાં છે. 15% RoE અપેક્ષિત છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)