Broker's Top Picks: ડિક્સન ટેક, આઈટીસી હોટેલ્સ, આદિત્ય બિરલા એએમસી, સનટેક રિયલ્ટી, ફેડરલ બેન્ક છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ ડિક્સન ટેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11563 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધા વધી રહી છે. DBG અને BYD જેવી ચાઈનાઝ સ્માર્ટફોનની ડિમાન્ડ વધુ વધી રહી છે. EMS કંપનીઓની Xiaomi, Oppo અને Vivo જેવી ચીની સ્માર્ટફોન બ્રાન્ડ્સ તરફથી માંગમાં વધારો થયો. ચીની EMS કંપનીઓને ચીની ODM કંપનીઓ લોંગચીર અને હુઆકિન તરફથી વધુ ઓર્ડર મળી રહ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ડિક્સન ટેક પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ડિક્સન ટેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11563 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધા વધી રહી છે. DBG અને BYD જેવી ચાઈનાઝ સ્માર્ટફોનની ડિમાન્ડ વધુ વધી રહી છે. EMS કંપનીઓની Xiaomi, Oppo અને Vivo જેવી ચીની સ્માર્ટફોન બ્રાન્ડ્સ તરફથી માંગમાં વધારો થયો. ચીની EMS કંપનીઓને ચીની ODM કંપનીઓ લોંગચીર અને હુઆકિન તરફથી વધુ ઓર્ડર મળી રહ્યા છે.
ITC હોટેલ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ ITC હોટેલ્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં એક્ઝિક્યુશન મજબૂત લાંબાગાળાની સંભાવના સ્પષ્ટ છે. આગામી વર્ષમાં ઉંચા ગ્રોથને વેગ આપવા માટે હાઈ ARR અને ઓક્યુપેન્સી આવશ્યક છે.
આદિત્ય બિરલા AMC પર નોમુરા
નોમુરાએ આદિત્ય બિરલા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹950 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q2FY26માં AUM ગ્રોથ 6.8% રહ્યો. Blended Yields ફ્લેટ રહેવા છતાં આવક ગ્રોથ 3.1% રહ્યો. Admin અને અન્ય ખર્ચ ઘટવાથી કોર અર્નિગ્સ 13.0% YoY/6.3% QoQ રહ્યો. ઇક્વિટી માર્કેટ શેરમાં ઘટાડો યથાવત્ રહ્યો. વાર્ષિક ધોરણે 40 bps YoY /4 bps QoQ ઘટીને 4.2% થયો.
સનટેક રિયલ્ટી પર CLSA
સીએલએસએએ સનટેક રિયલ્ટી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹610 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોઈ નોંધપાત્ર નવી લોન્ચ વિના, ₹700 કરોડના પ્રી-સેલ્સની જાહેરાત કરી. H1FY26નું પ્રી-સેલ્સ FY26 ગાઈડન્સ કરતા ઓછું છે. H2માં કંપની નવા પ્રોજેક્ટ લોન્ચ કરશે. નવા લોન્ચ પાઈપલાઈનથી આગામી 3 વર્ષમાં 29% ગ્રોથના અનુમાન છે.
ફેડરલ બેન્ક પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹260 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું આઉટલુક ગ્રોથ મજબૂત છે, FY26-28 દરમિયાન અર્નિગ્સમાં નફો 29% સુધારવાના અનુમાન છે. FY27/28 દરમિયાન RoA 1.2%/1.4% સુધરવાના અનુમાન છે. કંપનીના NIMમાં સુધારો આવી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.