Broker's Top Picks: એસ્કોર્ટ્સ કુબોટા, મેરિકો, શ્રી સિમેન્ટ, એબી કેપિટલ, એમસીએક્સ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ શ્રી સિમેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹31900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં વોલ્યુમ અનુમાન કરતા નીચે રહ્યા. પણ રિયલાઈઝેશન QoQ 4% વધ્યુ. કંપનીનું વોલ્યુમ પર નહીં પ્રોફિટેબિલિટી પર ફોકસ છે. ડિફેન્સ પ્લે, પ્રાઈસિંગ પાવર મજબૂત પણ વોલ્યુમ ગ્રોથ ધીમો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
એસ્કોર્ટ્સ કુબોટા પર મેક્વાયરી
મેક્વાયરીએ એસ્કોર્ટ્સ કુબોટા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3634 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા લોન્ચથી માર્કેટ શેર વધવામાં મદદ કરે છે. હાલની મજબૂત સપ્લાઈથી એક્સપોર્ટ મોમેન્ટમ મજબૂત છે.
એસ્કોર્ટ્સ કુબોટા પર CLSA
સીએલએસએ એ એસ્કોર્ટ્સ કુબોટા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA માર્જિન અનુમાન કરતા મજબૂત છે. કાચા માલનો ખર્ચ ઘટવાથી માર્જિનને સપોર્ટ મળ્યો. Q2માં મેટલની કિંમતોમાં ઉછાળાના અનુમાન છે. રેલવે બિઝનેસ સોના BLWને ટ્રાન્સફર કર્યો. FY26માં ટ્રેક્ટર સેગમેન્ટને લઈ પોઝિટીવ વ્યૂ છે. મિડ-ટૂ-હાઈ સિંગલ ડિજિટમાં ઈન્ડસ્ટ્રી ગ્રોથ શક્ય છે.
મેરિકો પર MS
મોર્ગન સ્ટેનલીએ મેરિકો પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹674 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં કંપનીને 25% આવક ગ્રોથની અપેક્ષા છે. જેમાં વોલ્યુમ ગ્રોથ હાઈ-સિંગલ ડિજિટ શક્ય છે. VAHO અને ફૂડ્સમાં ડબલ ડિજિટ ગ્રોથની ગાઈડન્સ આપ્યું.
મેરિકો પર HSBC
એચએસબીસીએ મેરિકો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26માં EBITDA અનુમાનથી 1% મજબૂત રહ્યા. કોર પ્રાઈસ વોલેટાઈલ રહેવાથી FY26માં નફો 4.7% ઘટી શકે છે. FY28માં EPS અનુમાન થોડું વધાર્યું.
શ્રી સિમેન્ટ પર CLSA
સીએલએસએ એ શ્રી સિમેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹31900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં વોલ્યુમ અનુમાન કરતા નીચે રહ્યા. પણ રિયલાઈઝેશન QoQ 4% વધ્યુ. કંપનીનું વોલ્યુમ પર નહીં પ્રોફિટેબિલિટી પર ફોકસ છે. ડિફેન્સ પ્લે, પ્રાઈસિંગ પાવર મજબૂત પણ વોલ્યુમ ગ્રોથ ધીમો છે.
AB કેપિટલ પર MS
મોર્ગન સ્ટેનલીએ એબી કેપિટલે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં નફો 4% વધ્યો. NBFCમાં એસેટ ક્વોલિટીની ચિંતા એટલી મોટી ન હતી. વેલ્યુએશન રિ-રેટિંગ થઈ શકે છે. વેલ્યુ સ્ટોકના રૂપમાં સારી તક છે.
MCX પર UBS
યુબીએસે એમસીએક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹10,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા પ્રોજક્ટ જેવાકે Cash-Settled Index Optionsની તૈયારી કરી છે. ગોલ્ડ ટેન જેવા બુલિયન કોન્ટ્રાક્ટમાં રિટેલ ભાગીદારી વધી. 1 શેરને 5 શેરમાં વિભાજિત કરવાની જાહેરાત કરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.