Broker's Top Picks: હિરો મોટોકોર્પ, ભારત ફોર્જ, મેરિકો, એનએમડીસી, ટોરેન્ટ પાવર, ઓઈલ ઈન્ડિયા, અપોલો ટાયર્સ, એક્સાઈડ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: હિરો મોટોકોર્પ, ભારત ફોર્જ, મેરિકો, એનએમડીસી, ટોરેન્ટ પાવર, ઓઈલ ઈન્ડિયા, અપોલો ટાયર્સ, એક્સાઈડ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએએ અપોલો ટાયર્સ પર High-Conviction આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન GM નરમાશ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર RM ખર્ચમાં 140 bps ઘટાડો થયો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર EU વોલ્યુમ 4% વધ્યુ, EU EBITDA માર્જિન 190 bps વધ્યા.

અપડેટેડ 10:00:34 AM Nov 17, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

હીરો મોટો કોર્પ પર નોમુરા

નોમુરાએ હીરો મોટો કોર્પ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5817 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 ઇન-લાઇન, તહેવાર પછી માંગમાં સુધારો થયો છે. ABS અમલીકરણ એક જોખમ છે. FY26માં 5-6% ગ્રોથની અપેક્ષા છે.


ભારત ફોર્જ પર UBS

યુબીએસે ભારત ફોર્જ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1230 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં ડિફેન્સમાં મજબૂતી પણ ઓટોમાં નરમાશ રહી. મજબૂત ખર્ચ નિયંત્રણથી માર્જિનને સપોર્ટ મળ્યો. નજીકના ગાળામાં આઉટલુકમાં નરમાશ રહી. ડિફેન્સ ઓર્ડર બુક ₹1100 કરોડ છે, જેમાં ₹140 કરોડનો સ્થાનિક કાર્બાઇન ઓર્ડર શામેલ નથી. મેનેજમેન્ટને Q3FY26માં નરમાશની ધારણા પણ Q4FY26માં રિકવરીની અપેક્ષા છે. FY26માં એરોસ્પેસમાં આશરે 40% ગ્રોથની અપેક્ષા છે.

મેરિકો પર HSBC

એચએસબીસીએ મેરિકો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹870 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 7% ઈન્ડસ્ટ્રી લેન્ડિંગ વોલ્યુમ ગ્રોથ સાથે પરિણામ ઈન-લાઈન છે. ફૂડ્સમાં કામચલાઉ મંદી, પરંતુ લાંબા ગાળા માટે પોઝિટીવ છે.

NMDC પર MS

મોર્ગન સ્ટેનલીએ એનએમડીસી પર આયર્ન ઓરની પ્રાઈસ ₹50/ટન વધારીને ₹5,600/ટન કર્યા. ફાઈન્સની કિંમત ₹4,750/ટન પર યથાવત્ છે. સ્ટીલના ઉત્પાદનમાં વધારો થતાં મોન્સૂન બાદ માંગ વધવાની અપેક્ષા છે. વર્ષના અંતે ચીનના સ્ટીલ કાપ વચ્ચે સિમાંડોઉ શિપમેન્ટ શરૂ થયા.

ટોરેન્ટ પાવર પર જેફરિઝ

જેફરિઝે ટોરેન્ટ પાવર પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1485 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો બિઝનેસ સ્ટેબલ, RoE ઉંચા અને દેવામાં ઘટાડો થયો છે.

ઓઈલ ઈન્ડિયા પર CLSA

સીએલએસએ એ ઓઈલ ઈન્ડિયા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹420 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઉંચા કેપેક્સ અને ફોરેક્સ ખોટથી નફો અનુમાન કરતા નીચે રહ્યો છે. રિફાનરી માર્જિનમાં સુધારો આવ્યો છે.

અપોલો ટાયર્સ પર CLSA

સીએલએસએએ અપોલો ટાયર્સ પર High-Conviction આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન GM નરમાશ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર RM ખર્ચમાં 140 bps ઘટાડો થયો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર EU વોલ્યુમ 4% વધ્યુ, EU EBITDA માર્જિન 190 bps વધ્યા.

અપોલો ટાયર્સ પર નોમુરા

નોમુરાએ અપોલો ટાયર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹538 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાન મુજબ, માંગમાં રિકવરી થઈ. H2માં પણ ડિમાન્ડમાં વધુ સુધારો આવવાની અપેક્ષા છે.

એક્સાઈડ પર નોમુરા

નોમુરાએ એક્સાઈડ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹404 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં આવક અને EBITDA ઘટ્યા. GST ઘટાડાને કારણે માંગમાં નરમાશ, એક્સપોર્ટ પણ ઘટ્યુ.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

નિફ્ટી 25900 ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 70 પોઈન્ટ વધ્યો; ડિશ ટીવી, V2 રિટેલ, મારુતિ સુઝુકી, લ્યુપિન, અશોકા બિલ્ડકોન ફોકસમાં

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2025 10:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.