Infosys ના શેરોમાં આવી તેજી, ક્વાર્ટર 1 ના પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિઝ બુલિશ | Moneycontrol Gujarati
Get App

Infosys ના શેરોમાં આવી તેજી, ક્વાર્ટર 1 ના પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિઝ બુલિશ

નાણાકીય વર્ષ 2025 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના ઉમ્મીદથી સારા પરિણામોને જોઈને બ્રોકરેજ હાઉસિઝ જેફરીઝ અને નોમુરાને ઈંફોસિસના શેર માટે ટાર્ગેટ પ્રાઈઝ વધારી દીધી છે.

અપડેટેડ 12:00:26 PM Jul 19, 2024 પર
Story continues below Advertisement
Infosys Share Share Price: આઈટી કંપની Infosys ના શેરોમાં 19 જૂલાઈના 5 ટકા સુધીની તેજી જોવા મળી.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Infosys Share Share Price: આઈટી કંપની Infosys ના શેરોમાં 19 જૂલાઈના 5 ટકા સુધીની તેજી જોવા મળી. નાણાકીય વર્ષ 2025 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના ઉમ્મીદથી સારા પરિણામોને જોઈને બ્રોકરેજ હાઉસિઝ જેફરીઝ અને નોમુરાને ઈંફોસિસના શેર માટે ટાર્ગેટ પ્રાઈઝ વધારી દીધી છે. જેફરીઝે ટાર્ગેટ પ્રાઈઝ વધારીને 2,040 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે અને 'ખરીદારી'ના રેટિંગ આપ્યા છે. નોમુરાએ પણ 'ખરીદારી' કૉલની સાથે નવા ટાર્ગેટ પ્રાઈઝ 1,950 રૂપિયા પ્રતિશેર આપ્યા છે. સારા પરિણામો અને બ્રોકરેજીસના આ પગાલથી ઈંફોસિસના શેરોમાં ખરીદારી વધી છે.

    સવારે વધારાની સાથે બીએસઈ પર 1842.05 રૂપિયા પર ખૂલ્યો. ત્યાર બાદ આ છેલ્લા બંધ ભાવથી આશરે 5 ટકા સુધી વધ્યો અને 1843 રૂપિયાના હાઈ સુધી ચાલી ગયો. આ શેરના 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તર છે. કંપનીના માર્કેટ કેપ 7.48 લાખ કરોડ રૂપિયા છે.

    ઈન્ફોસિસના ક્વાર્ટર 1 ના પરિણામો


    ઈન્ફોસિસના એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં કંસોલિડેટેડ ચોખ્ખો નફો 7.1 ટકા વધીને 6,368 કરોડ રૂપિયા રહ્યો, જે છેલ્લા નાણાકીય વર્ષની સમાન ક્વાર્ટરમાં 5,945 કરોડ રૂપિયા હતો. ચાલૂ નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીએ સ્થિર મુદ્રામાં પોતાની આવકમાં વધારાના અનુમાનને 1-3 ટકાથી વધારીને 3-4 ટકા કરી દીધા છે. જૂન 2024 ક્વાર્ટરના દરમ્યાન કંપનીના ઑપરેટિંગ માર્જિન 21.1 ટકા રહ્યા છે.

    કંપનીએ જૂન 2024 ક્વાર્ટરમાં 4.1 અરબ ડૉલરના મોટા સોદા હાસિલ કર્યા. Infosys ને ઉમ્મીદ છે કે ચાલૂ નાણાકીય વર્ષમાં તેના પરિચાલન માર્જિન 20-22 ટકા રહેશે. સમગ્ર વર્ષના દરમ્યાન ગ્રોથના અનુસાર કંપની 15,000-20,000 નવા લોકોને નિયુક્ત કરશે.x

    બ્રોકરેજ હાઉસિઝ બુલિશ

    Bernstein On Infosys

    ઈન્ફોસિસ પર બર્નસ્ટેને આઉટ પરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2,100 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં રેવેન્યૂ, માર્જિન અને ઈપીએસમાં 10 ક્વાર્ટરમાં સૌથી મજબૂત પ્રદર્શન કર્યુ. નાણાકીય વર્ષ 25 ના રેવેન્યૂ ગાઈડેંસને 3% થી 4% YoY CC (1% થી 3% સુધી) સુધી વધારવામાં આવ્યો. ડીલ મોમેંટમ $4.1 બિલિયન TCV પર મજબૂત હતો, જેમાં નેટ ન્યૂ 57 હતો. ગ્રોથમાં સુધાર, BFSI માં બદલાવ અને AI ડીલ્સમાં વધારાની સાથે અપસાઈકલ ટ્રેંડની શરૂઆત દેખાય રહી છે.

    Nomura On Infosys

    નોમુરાએ ઈન્ફોસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25 ચારે બાજુ સારા રહ્યા. મજબૂત શરૂઆત, ડીલ જીત અને અધિગ્રહણ એકીકરણ દ્વારા સંચાલિત આશ્ચર્યજનક રાજસ્વ માર્ગદર્શન આપે છે. પ્રોજેક્ટ મૈક્સિમસના માર્જિન પર પ્રભાવ ચાલુ છે. અમારા FY25-26 EPS ને આશરે 2-3% સુધી વધાર્યા.

    Jefferies On Infosys

    જેફરીઝે ઈન્ફોસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2040 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં અનુમાનથી સારૂ પ્રદર્શન કર્યુ છે, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર મજબૂત રાજસ્વ આવકથી પ્રેરિત 3.6% પર પહોંચી. કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે પોતાના વિકાસ અનુમાનને વધાર્યા છે, જે મજબૂત ડીલ જીતના સંદર્ભમાં રૂઢિવાદી લાગે છે. બીએફએસઆઈમાં રિકવરીની શરૂઆતી સંકેત, મજબૂત ડીલ જીતથી ખબર પડે છે કે સૌથી ખરાબ સમય જતો રહ્યો છે. ઑપરેટિંગ પ્રદર્શનમાં ચારે બાજુ સુધારાથી ખબર પડે છે કે સૌથી ખરાબ સમય જતો રહ્યો છે. અનુમાન 3-4% વધાર્યા અને ઉમ્મીદ છે કે કંપની નાણાકીય વર્ષ 24-27 માં 10% ઈપીએસ સીએજીઆર આપશે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 19, 2024 12:00 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.