Broker's Top Picks: એલજી ઈલેક્ટ્રોનિક્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, લીલા છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ LG ઈલેક્ટ્રોનિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતનો ડેમો ગ્રાફિક ગ્રોથ LG માટે મોટો રનવે છે. પ્રીમિયમાઇઝેશન ઘણી કેટેગરીમાં સેલ્યુલર વલણ બની ગયું. કંપનીનું ઈનોવેશન અને લોકલાઈઝેશન રણનીતિ વેલ્યુ ક્રિએશન માટે ચાવીરૂપ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
LG ઈલેક્ટ્રોનિક્સ પર નોમુરા
નોમુરાએ LG ઈલેક્ટ્રોનિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતનો ડેમો ગ્રાફિક ગ્રોથ LG માટે મોટો રનવે છે. પ્રીમિયમાઇઝેશન ઘણી કેટેગરીમાં સેલ્યુલર વલણ બની ગયું. કંપનીનું ઈનોવેશન અને લોકલાઈઝેશન રણનીતિ વેલ્યુ ક્રિએશન માટે ચાવીરૂપ છે. FY28માં ROE/ROIC 31%- 56% રહેવાના અનુમાન છે.
ICICI પ્રુ લાઈફ પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹625 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રોડક્ટ લેવલ માર્જિનએ VNB બીટ કર્યા. પણ ITC ઈનપુટ ટેક્સમાં ઘટાડાની અસર જોવા મળી. લો ROEV અને વોલેટિલિટીને કારણે ઈકવલવેટ આપ્યા.
ICICI પ્રુ લાઈફ પર HSBC
એચએસબીસીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે VNB માર્જિન હાઈયર પ્રોડક્ટ મિક્સ અને કોસ્ટ કન્ટ્રોલથી વધુ છે. ITC અસર H2FY26માં જોવા મળી શકે છે. લો બેઝ અને વધતી માંગને કારણે H2માં APE રિકવરની અપેક્ષા છે. FY27 EVના 1.4 ગણા વેલ્યુએશન પર આકર્ષક છે.
ICICI પ્રુ લાઈફ પર જેફરિઝ
જેફરીઝે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹730 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q2માં VNB ₹600 કરોડ સાથે અનુમાન મુજબ છે. હાઈ બેઝને કારણે APE વાર્ષિક ધોરણે 3% ઘટ્યો. માર્જિન વાર્ષિક ધોરણે 100 bps વધ્યા, કંપનીના પ્રદર્શન પર નજર રહેશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અભાવ ડિસેમ્બર ક્વાર્ટર પર દબાણ લાવી શકે છે. FY25-28 દરમિયાન VNB 7–8% ઘટવાના અનુમાન છે. પણ FY25–28માં 13% CAGR ની અપેક્ષા છે.
Schloss Bangalore (Leela) પર MS
મોર્ગન સ્ટેનલીએ લીલા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹562 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં 4% ઓક્યુપેન્સી રેટ અને 7% ARR ગ્રોથથી 13% RevPAR વધ્યો. મેનેજમેન્ટને FY26 માટે મિડથી હાઈ ટીન્સ EBITDA ગ્રોથનો લક્ષ્ય છે. બ્રુકફિલ્ડ સાથેના કરાર આક્રમક વિસ્તરણ યોજના છે. કરારથી કંપનીનું લીવરેજ પર નિયંત્રણ હશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.