Broker's Top Picks: લાઈફ ઈન્શ્યોરન્સ, સીવી સેક્ટર, ઈટરનલ, વીવર્ક્સ, એક્સાઈડ, ઓઈલ ઈન્ડિયા, વોલ્ટાસ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ લાઈફ ઈન્શ્યોરન્સ પર ઈન્શ્યોરન્સ કંપનીઓનું માર્કેટ શેર વધારવા માટે ગ્રોથ પર ફોકસ રહ્યો. પ્રોડક્ટ માર્જિન અને મિક્સમાં સુધારો રહ્યો. GST કટની અસર થોડા સમય સુધી રહી શકે છે. સામાન્ય થયા પછી મજબૂત ગ્રોથ અને માર્જિનમાં સુધારો શક્ય છે. FY26-28 દરમિયાન મજબૂત VNB ગ્રોથ રિ-રેટિંગને વેગ આપી શકે છે. SBI લાઈફ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2,300 પ્રતિશેરના નક્કી કર્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
લાઈફ ઈન્શ્યોરન્સ પર HSBC
એચએસબીસીએ લાઈફ ઈન્શ્યોરન્સ પર ઈન્શ્યોરન્સ કંપનીઓનું માર્કેટ શેર વધારવા માટે ગ્રોથ પર ફોકસ રહ્યો. પ્રોડક્ટ માર્જિન અને મિક્સમાં સુધારો રહ્યો. GST કટની અસર થોડા સમય સુધી રહી શકે છે. સામાન્ય થયા પછી મજબૂત ગ્રોથ અને માર્જિનમાં સુધારો શક્ય છે. FY26-28 દરમિયાન મજબૂત VNB ગ્રોથ રિ-રેટિંગને વેગ આપી શકે છે. SBI લાઈફ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2,300 પ્રતિશેરના નક્કી કર્યા છે.
CV સેક્ટર પર HSBC
એચએસબીસીએ સીવી સેક્ટર પર સ્ટેબલ માંગ અને ડિસ્કાઉટિંગને લઈ શિસ્તતાથી પરિણામમાં સુધારો આવી શકે છે. PV ઈન્ડસ્ટ્રીથી CV ગ્રોથ, માર્જિન અને RoCEની સરખામણી કરવામાં આવી શકે છે. ટાટા મોટર્સ CV માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹380 પ્રતિશેરના નક્કી કર્યા છે. અશોક લેલેન્ડ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹160 પ્રતિશેરના નક્કી કર્યા છે.
Eternal પર MS
મોર્ગન સ્ટેનલીએ ઈટરનલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹427 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે શેર રિસ્ક રેવોર્ડ મામલે સારો છે. ઘટાડે ખરીદદારીની સલાહ આપી છે. કંપની માર્કેટ શેર વધારવા પર ફોકસ કરી રહી છે. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શેરએ ₹280-285 બોટમ બનાવ્યું છે.
WeWork’s પર જેફરિઝ
જેફરિઝે વીવર્ક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹790 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓફિસ રિયલ એસ્ટેટથી જોડાયેલી સ્ટોકમાં સૌથી મજબૂત વિકલ્પ છે. ભારતમાં સૌથી મોટું ફ્લેક્સી-વર્કસ્પેસ ઓપરેટર છે. આ સેગમેન્ટમાં ગ્રોથ 17% CAGRથી વધી રહ્યો છે. પ્રીમિયમ બ્રાન્ડિંગ માર્જિનને મજબૂત બનાવે છે.
એક્સાઈડ પર નોમુરા
નોમુરાએ એક્સાઈડ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹427 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GST કટને કારણે આવક અને માર્જિન નબળા રહ્યા, શેરમાં ઘટાડો છે. H2માં મેનેજમેન્ટની રિકવરીની અપેક્ષા છે. સેલ બિઝનેસ પર નજીકથી નજર રાખવાની જરૂરી છે. Lead પ્રાઈસ વધવાનું રિસ્ક પણ છે.
ઓઈલ ઈન્ડિયા પર નોમુરા
નોમુરાએ ઓઈલ ઈન્ડિયા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બાહ્ય પરિબળોને કારણે વોલ્યુમ પર દબાણ જોવા મળ્યું. ગેસ વોલ્યુમમાં ઘટાડો, ક્રૂડ પ્રાઈસમાં ઘટાડાથી FY26માં નફાના અનુમાન ઘટાડ્યા છે.
વોલ્ટાસ પર HSBC
એચએસબીસીએ વોલ્ટાસ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1420 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મોસમી અવરોધો અને GST ઘટાડાની અસર પરિણામ પર આવી. H2FY26માં સુધારાની અપેક્ષા, પણ નજીકના ગાળામાં ખર્ચ પ્રેસર રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.