Broker's Top Picks: ઓએમસીએસ, ઓઈલ એન્ડ ગેસ, એગ્રો ઈનપુટ્સ, ટીસીએસ, અદાણી પોર્ટ, ગેલ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએએ ટીસીએસ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4279 પ્રતિશેરના નક્કી કર્યા છે. કંપની AI થી IT બજેટ વધારી શકે જે કંપની માટે પોઝિટીવ સાબિત થશે. ધીમી માંગ માહોલમાં રોકાણકારોનો વિશ્વાસ વધારવા કંપની બાયબેકની જાહેરાત કરી શકે છે. Q3FY26માં સ્પેશલ ડિવડન્ડની જગ્યાએ બાયબેક લાવી શકે છે. ₹20,000 કરોડનું બાયબેક કરી શકે છે. TCSનું છેલ્લું બાયબેક ડિસેમ્બર 2023માં પૂર્ણ થયું હતું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
OMCs પર સિટી
સીટીએ ઓએમસીએસ પર OMC સ્ટોક્સ વિરોધાભાસી માર્કેટ ફોર્સનો સામનો કરી રહી છે. મજબૂત અર્નિંગ્સ, સરકાર સપોર્ટ અને આકર્ષક યીલ્ડથી તેજીનો મત છે. Q1ની સરખામણીએ Q2ના પરિણામ મજબૂત રહેવાની અપેક્ષા છે. ડિવિડન્ડની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. રશિયન ક્રૂડ આયાત અને ફ્યુલના ભાવ ઘટાડા અંગે ચિંતાઓ વધુ પડતી જોવા મળી છે. HPCL, BPCL અને IOC પસંદ છે.
ઓઈલ એન્ડ ગેસ પર CLSA
સીએલએસએએ ઓઈલ એન્ડ ગેસ પર જુલાઈમાં ગેસ ડિમાન્ડમાં નરમાશ રહી. પણ ઓગસ્ટમાં દિલ્હીમાં CNG સેલ્સ 27% વધ્યુ,જેમાં IGLને ફાયદો થશે. મુંબઈમાં ગ્રોથ નરમ રહેવાની MGLમાં નરમાશ રહી શકે છે. GAIL, પેટ્રનેટ LNG અને GSPL પર પણ અસર પડી શકે છે. LNGના ભાવમાં ઘટાડો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે પોઝિટીવ છે.
એગ્રો ઈનપુટ્સ પર HSBC
એચએસબીસીએ એગ્રો ઈનપુટ્સ પર સેક્ટરમાં રિકવરીની અપેક્ષા રાખી છે. ચીની કંપનીઓના H1FY25 પરિણામો સારા રહ્યા, ઇન્વેન્ટરી સ્તર પણ નીચું છે. પણ ફર્ટિલાઈઝર પ્રાઈસ અને હાઈ રેટ્સ પર સતર્કતા જરૂરી છે. UPL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹775 પ્રતિશેરના નક્કી કર્યા છે.
TCS પર CLSA
સીએલએસએએ ટીસીએસ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4279 પ્રતિશેરના નક્કી કર્યા છે. કંપની AI થી IT બજેટ વધારી શકે જે કંપની માટે પોઝિટીવ સાબિત થશે. ધીમી માંગ માહોલમાં રોકાણકારોનો વિશ્વાસ વધારવા કંપની બાયબેકની જાહેરાત કરી શકે છે. Q3FY26માં સ્પેશલ ડિવડન્ડની જગ્યાએ બાયબેક લાવી શકે છે. ₹20,000 કરોડનું બાયબેક કરી શકે છે. TCSનું છેલ્લું બાયબેક ડિસેમ્બર 2023માં પૂર્ણ થયું હતું.
અદાણી પોર્ટ પર જેફરિઝ
જેફરિઝે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1815 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY26 સુધી 14-19% EBITDA અને 12–14% વોલ્યુમ ગ્રોથના અનુમાન છે. કંપનીનો 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો વોલ્યુમ હાસલ કરવાનો લક્ષ્ય છે. US ટેરિફની આ બિઝનેસ પર ખાસ અસર નહીં. કેપિટલ એલોકેશન પર મજબૂત ફોકસ છે.
GAIL પર નોમુરા
નોમુરાએ ગેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹225 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PNGRB તરફથી 33% ટેરિફ વધારાની માંગ કરવામાં આવી. જો 20%થી વધુની હાઈક મળશે તો ફાયદો થશે. FY27થી પેટ્રોકેમિકલ બિઝનેસમાં રિકવરીના અનુમાન છે. ગેસ ટ્રાન્સમિશન EBITમાં 42% અને કંસો EBIT 24% ગ્રોથના અનુમાન છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)