Today's Broker's Top Picks: રિલાયન્સ, મારૂતિ સુઝુકી, ગ્રાસિમ, કોન્કોર, ઈન્ડિગો, બંધન બેન્ક, એક્સાઈડ છે બ્રોકરેજના રડાર પર
ગોલ્ડમેન સૅક્સે બંધન બેન્ક પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 211 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25/FY26 માટે લોન ગ્રોથ 580 bps/590 bps રહેવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ પર જેફરિઝ
જેફરિઝે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ પર 360 One માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જેફરીઝે નુવામા માટે ખરીદદારી સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ભારતીય વેલ્થ મેનેજર્સ સારી જગ્યાએ છે. FY24-27 માટે નફો CAGR 20-22% રહેવાના અનુમાન છે. ટ્રાયલ ફી શેરમાં વધારો કર્યો છે. FY27 સુધીમાં 70-75% અર્નિંગ વિઝિબિલિટીમાં સુધાર શક્ય છે.
કેબલ અને વાયર કંપનીઓ પર HSBC
એચએસબીસીએ પોલિકેબ માટે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 5870 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ KEI ઈન્ડસ્ટ્રીઝ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3850 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ RR કેબલ માટે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મધ્યગાળામાં આવક ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે.
રિલાયન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3046 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમના છેલ્લા 1 વર્ષમાં 35% અને YTD 10% ચાલ્યો છે. FY26 માટે EV/EBIDTA 10 ગણા અને P/E 24 ગણા વધવાની અપેક્ષા છે. એનર્જી, રિફાઇનિંગ, કેમિકલ્સ અને ટેલિકોમ દરેક વર્કિલ્સમાં રિ-રેટિંગ કર્યા છે.
મારૂતિ સુઝુકી પર MS
મોર્ગન સ્ટેનલીએ મારૂતિ સુઝુકી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 14322 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ગ્રાસિમ પર જેફરિઝ
જેફરિઝે ગ્રાસિમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બિરલા પીવોટ માટે 1,000 કરોડ રૂપિયા ગ્રોસ રેવન્યુ માઇલસ્ટોનને હાઇલાઇટ કર્યું. નાણાકીય વર્ષ 27 માટે સ્કેલ સેગમેન્ટ ગ્રોસ આવક $1 Bn રેહવાની અપેક્ષા છે.
કોન્કોર પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે કોન્કોર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી સીધો ફાયદો થશે. FY24-26માં બ્લેન્ડેડ વૉલ્યુમમાં 10% CAGR શક્ય છે. LLF પ્રોવિઝનિગમાં સ્પષ્ટતાથી FY24-26માં 25% EBITDA માર્જિન શક્ય છે.
ઈન્ડિગો પર કોટક
કોટક સિક્યોરિટીઝે ઈન્ડિગો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 એરલાઇન્સ ઈન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે, પરંતુ કંપની નફામાં છે. નફો પાછલા ક્વાર્ટરના શિખર કરતાં વધી શકે છે.
બંધન બેન્ક પર GS
ગોલ્ડમેન સૅક્સે બંધન બેન્ક પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 211 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25/FY26 માટે લોન ગ્રોથ 580 bps/590 bps રહેવાની અપેક્ષા છે.
એક્સાઈડ પર કોટક
કોટક સિક્યોરિટીઝના એક્સાઈડ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Hyundai-Kia સાથે EVs માટે LFP બેટરી સપ્લાઈ માટે MoU કર્યા છે. કંપનીને ડોમેસ્ટિક માર્કેટમાં ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ છે. વેલ્યુએશન મોંઘા હોવાને કારણે વેચવાલીની સલાહ આપવામાં આવી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.