Today's Broker's Top Picks: રિલાયન્સ, પીએસયુ બેન્ક, ટાટા મોટર્સ, એસબીઆઈ, જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક છે બ્રોકરેજના રડાર પર
સીએસએસએ એ ટાટા મોટર્સ પર રેટિગ ખરીદારી થી ડાઉનગ્રેડ કરી આઉટપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1061 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLR માટે વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JV પાસે સૌથી વધુ નફાકારક ક્રિકેટિંગ રાઈટ્સ છે. JV ની જાહેરાત બજારમાં 40% હિસ્સેદારી રહેશે. JV વધુ સારી રીતે ઇન્વેન્ટરી મોનેટાઈઝેશન કરશે. JVથી કન્ટેન્ટ ખર્ચ ઘટશે, સ્પર્ધા પણ ઘટશે. ડિઝની કારોબારનું વેલ્યુએશન ધણું ઓછુ છે. ડીલને કારણે RILનો SOTP 40 રૂપિયા શેરનો ઉછાળો જોવા મળશે.
PSU બેન્ક પર સિટી
સિટીએ બેન્ક ઓફ બરોડા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 290 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે સિટીએ SBI માટે વેચવાલીની સલાહ આપી છે.તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તો સિટીએ PNB માટે વેચવાલીની સલાહ યથાવત રાખેલ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 83 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ટાટા મોટર્સ પર CLSA
સીએસએસએ એ ટાટા મોટર્સ પર રેટિગ ખરીદારી થી ડાઉનગ્રેડ કરી આઉટપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1061 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLR માટે વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યો છે. જ્યારે જાન્યુઆરી 2024માં રિટેલ વોલ્યુમ ગ્રોથમાં સુધારાની અપેક્ષા છે. તો વર્ષ દર વર્ષના આધાર પર JLRનું રિટેલ વોલ્યુમ ગ્રોથ 14.5% પહોંચવાનું અનુમાન છે.
SBI પર કોટક
કોટક સિક્યોરિટીઝે એસબીઆઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 760 રૂપિયા પ્રતિશેરથી વધી 850 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્ક નફા પર ન્યૂનતમ અસર સાથે મહત્તમ ચિંતાઓમાંથી બહાર આવી છે. ટૂંકા ગાળામાં રી-રેટિંગમાં કોઈ અવરોધો નથી. બેન્કની ક્રેડિટ કોસ્ટ ઓછી રહેવાની ધારણા છે. અન્ય સરકારી બેન્કોની સરખામણીમાં વધુ સારી કામગીરીની અપેક્ષા છે. 1.4x બુક અને 10x અર્નિગ અને વેલ્યુએશન પર 15% નો RoEs છે.
JSW ઈન્ફ્રા પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે JSW ઈન્ફ્રા પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY23-26 સુધી વોલ્યુમ CAGR 19% રહેવાનો લક્ષ્ય છે. માર્કેટ શેર વધારવા પર ફોકસ સાથે સૌથી ઝડપથી વિકસતી પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. FY23-26 માટે આવક અને EBITDA CAGR 21%/25% રહેવાની અપેક્ષા છે.
ઈન્ડસઈન્ડ બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)