Broker's Top Picks: રિલાયન્સ, ટાઈટન, ઓએમસીએસ, ઓટો, હ્યુંડાઈ, એવન્યુ સુપરમાર્ટ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: રિલાયન્સ, ટાઈટન, ઓએમસીએસ, ઓટો, હ્યુંડાઈ, એવન્યુ સુપરમાર્ટ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએએ ઓટો પર GST ઘટાડાથી મારુતિ અને M&M ને સૌથી વધુ ફાયદો થશે. આ શેરોમાં તાજેતરની તેજી GST ઘટાડાની આશા પર આધારિત છે. પરંતુ વેલ્યુએશન હજી પણ Comfortable છે. Hyundai પહેલા જ 18% દોડી ચુક્યો છે. મારૂતિ અને M&Mમાં અપસાઈડ પોસિબલ છે.

અપડેટેડ 11:57:50 AM Aug 26, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર UBS

UBSએ રિલાયન્સ પર ખરીદદારીની સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક ₹1750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જિયો અને રિટેલ હવે હાર્વેસ્ટિંગ ફેઝમાં પહોંચી ગયું છે. O2C બિઝનેસ ડાઇવર્સિફિકેશન વોલેટિલિટીમાં ઘટાડો આવી શકે છે. ન્યૂ એનર્જી બિઝનેસથી FY27થી EBITDAમાં યોગદાન શરૂ થશે. સ્ટોકમાં રિ-રેટિંગ અને વેલ્યુ અનલોકિંગનો સ્કોપ છે.


ટાઈટન પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને ટાઈટન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં જ્વેલરી, ઘડિયાળ અને આઈવેરમાં સૌથી મજબૂત સ્થિતિ છે. છેલ્લા 20 વર્ષમાં 23% EPS CAGR નોંધાયુ. FY25-28માં 18% રેવેન્યુ CAGR અને 25% EBIT CAGR શક્ય છે. હાલ ટાઈટન 5 વર્ષના નીચલા P/E પર, કંપનીના વેલ્યુશન સસ્તા લાગી રહ્યા છે.

OMCs પર જેફરિઝ

જેફરિઝે OMCs પર BPCLનો શેર છેલ્લા 1 વર્ષમાં 10% ઘટ્યો, પણ અર્નિગ્સ આઉટલુક મજબૂત છે. HPCL પર નવા પ્રોજેક્ટ્સ અને એક્સાઇઝ ડ્યુટીનું રિસ્ક વધુ છે. પણ BPCL વેલ્યુએશનની દ્રષ્ટિએ સારો લાગી રહ્યો છે. BPCL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹410 પ્રતિશેરના નક્કી કર્યા છે.

ઓટો પર જેફરિઝ

જેફરિઝે ઓટો પર ઓગસ્ટ MTDમાં ટ્રેક્ટર, ટુ-વ્હીલર અને ટ્રકની માંગમાં સુધારો થયો. પરંતુ PVની માંગ ધીમી રહી. ગ્રાહકો GST ઘટાડાની આશામાં ખરીદી મુલતવી રાખી રહ્યા છે. આઈશર મોટર, M&M અને TVS મોટર માટે ઓગસ્ટ હોલસેલ ગ્રોથ 8-13% વધવાનું અનુમાન છે. અન્ય OEMs માટે -5% થી+1% YoY ગ્રોથ રહી શકે છે. M&M અને TVS મોટર બાદ મારૂતિ અને આઈશર ટોપ પિક છે.

ઓટો પર CLSA

સીએલએસએએ ઓટો પર GST ઘટાડાથી મારુતિ અને M&M ને સૌથી વધુ ફાયદો થશે. આ શેરોમાં તાજેતરની તેજી GST ઘટાડાની આશા પર આધારિત છે. પરંતુ વેલ્યુએશન હજી પણ Comfortable છે. Hyundai પહેલા જ 18% દોડી ચુક્યો છે. મારૂતિ અને M&Mમાં અપસાઈડ પોસિબલ છે.

Hyundai પર સિટી

સિટીએ Hyundai પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રામિણ ડિમાન્ડ પોઝિટીવ, પણ શહેરી માંગમાં નરમાશ રહેશે. GST ઘટાડાની શક્યતા માંગમાં વધારો કરી શકે છે. આગામી 5 વર્ષમાં 26 મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીને FY26 સુધીમાં ડબલ ડિજિટ EBITDA માર્જિન જાળવી રાખવાનો વિશ્વાસ છે.

એવન્યુ સુપરમાર્ટ પર CLSA

CLSAએ એવન્યુ સુપરમાર્ટ પર આઉટપરફોર્મ હાઈ કન્વિનશન કોલ આપ્યો છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6406 પ્રતિશેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે DMart ની સૌથી મોટી તાકાત ઓછી કિંમત અને ઉત્પાદન વર્ગીકરણ છે. સ્ટોર એડિશન અને પ્રાઈવેટ લેબલનો સંપૂર્ણ લાભ હજુ વેલ્યુએશનમાં દેખાતો નથી. પ્રોફિટેબિલિટીનું મુઆઉટ હજુ મજબૂત થશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Patel Retail IPO ની જોરદાર એન્ટ્રી, ₹305 પર લિસ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2025 11:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.