Broker's Top Picks: રિલાયન્સ, વોડાફોન આઈડિયા, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: રિલાયન્સ, વોડાફોન આઈડિયા, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે JSW ઈન્ફ્રા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹375 પ્રતિશેરના નક્કી કર્યા છે. હાલ અન્ડરડેવલપમેન્ટ પોર્ટસ/ટર્મિનલ્સના કમિશનિંગથી 31% ક્ષમતામાં વધારો થશે. સરકારી પોર્ટ્સ દ્વારા આપવામાં આવતા PPP પ્રોજેક્ટ એવોર્ડ્સમાં ગ્રોથથી નવા પ્રોજેક્ટ જીતવાની તક મળશે. FY30 સુધી ક્ષમતા 400 મિલિયન ટન સુધી પહોંચવાની યોજના છે. લોજિસ્ટિક્સ એક વધારાનું આકર્ષણ રીકે રહેશે.

અપડેટેડ 10:59:04 AM Aug 19, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર સિટી

સિટીએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1690 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SEBIએ મોટા IPO માટે Public Offerની મિનિમમ છે. જરૂરિયાતોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી. મુખ્ય દરખાસ્ત જિયોના સંભવિત IPO માટે અર્થપૂર્ણ પોઝિટીવ અસરો લાવી શકે. IPO પછીનું માર્કેટ કેપ ₹5 લાખ કરોડથી વધુ હશે. જો 5% ઓફર કરવી પડે તો $6 બિલિયનથી વધુ શેરનું સપ્લાય થશે. જે બજાર માટે મોટું ભારણ સાબિત થઈ શકે છે. 2.5% ઓફર કરવાથી $3 બિલિયનથી વધુ શેરનું સપ્લાય આવશે, એટલે બજારમાં સપ્લાય ઓવરહેંગ ઘટશે.


રિલાયન્સ પર જેફરિઝ

જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Jio અને રિટેલમાં કેપિટલાઇઝ્ડ ખર્ચમાં વધારો થયો. Jio એ FCF માં વધારો કર્યો, ચોખ્ખા દેવામાં થોડો વધારો થયો. જિયો માટે હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ બિઝનેસ પર ફોકસ રહેશે. રિટેલ માટે ગ્રોથ અને FMCG અને O2C માટે રિન્યુએબલ પર ફોકસ છે.

વોડાફોન આઈડિયા પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે વોડાફોન આઈડિયા પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7 પ્રતિશેરથી ઘટાડીને ₹6 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં કંપનીનું પ્રદર્શન ઈન-લાઈન રહ્યું. લાંબાગાળા માટે ટકી રહેવા માટે દેવું ઊભું કરવું બહુ જ જરૂરી છે. તેમનું કહેવુ છે કે FY27-28 માટે આવક અને EBITDAમાં 4–5% ઘટાડો કર્યો. ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મેનેજમેન્ટની 1HFY26માં ₹5000-6000 કરોડના કેપેક્સની યોજના મળી છે.

JSW ઈન્ફ્રા પર જેફરિઝ

જેફરિઝે JSW ઈન્ફ્રા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹375 પ્રતિશેરના નક્કી કર્યા છે. હાલ અન્ડરડેવલપમેન્ટ પોર્ટસ/ટર્મિનલ્સના કમિશનિંગથી 31% ક્ષમતામાં વધારો થશે. સરકારી પોર્ટ્સ દ્વારા આપવામાં આવતા PPP પ્રોજેક્ટ એવોર્ડ્સમાં ગ્રોથથી નવા પ્રોજેક્ટ જીતવાની તક મળશે. FY30 સુધી ક્ષમતા 400 મિલિયન ટન સુધી પહોંચવાની યોજના છે. લોજિસ્ટિક્સ એક વધારાનું આકર્ષણ રીકે રહેશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

BlueStone Jewellery IPO ની નબળી લિસ્ટિંગ, ₹508 પર લિસ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 19, 2025 10:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.