Broker's Top Picks: એસબીઆઈ, આઈશર મોટર્સ, ટ્રેન્ટ, વિશાલ મેગા માર્ટ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, સિમેન્સ છે બ્રોકરેજના રડાર પર
HSBCએ વિશાલ મેગા માર્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹138 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત મોડલને કારણે સ્ટોરથી 40%+ RoCE શક્ય છે. ડાઇવર્સિફાઇડ મિક્સ, નાના શહેરોમાં હાજરી સાથે મજબૂત મોડલ છે. 65x ના P/E રેશિયો પર લક્ષ્ય આધારિત છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
SBI પર જેફરિઝ
જેફરિઝે SBI પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹960 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલ ગ્રોથમાં નરમાશ, Q2/Q3થી ગ્રોથમાં સુધારો આવી શકે છે. રેટ કટ છતાં 1% RoA યથાવત્ રહેવાના પ્રયત્ન છે. રેટ કટથી NIMમાં દબાણ આવી શકે છે. 12% ક્રેડિટ ગ્રોથ, 10% ડિપોઝિટ ગ્રોથની અપેક્ષા, લિક્વિડિટી બફર્સનો સપોર્ટ છે.
આઈશર મોટર્સ પર HSBC
HSBCએ આઈશર મોટર્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5300 પ્રતિશેરથી વધારીને ₹5600 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધા અને પ્રીમિયમ સેગમેન્ટથી RE ગ્રોથને વેગને ટેકો મળશે. કેટલાક એક્સપોર્ટ માર્કેટમાં સ્થિરતા આવી રહી છે. પણ ગ્રોથ આઉટલુક પર અંદાજ અસ્પષ્ટ છે.
ટ્રેન્ટ પર HSBC
HSBCએ ટ્રેન્ટ પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઝુડિયોની FY25–28 દરમિયાન વાર્ષિક આશરે 200 નવા સ્ટોર ખોલવાની યોજના છે. નવા સ્ટોરથી કંપનીના ગ્રોથને વેગ મળશે. સ્પર્ધાનું જોખમ ઓછું જોવા મળી રહ્યું છે. વેસ્ટસાઇડનું રિબ્રાન્ડિંગ અને ઝુડિયોની નવી લાઇન - બ્યુટી - કંપનીના વિકાસ અને નફામાં વધારો કરશે તેવી અપેક્ષા છે. P/E રેશિયો 2.4x વિશાલ મેગા માર્ટ અને પેજ ઈન્ડસ્ટ્રી કરતા ઓછો છે.
વિશાલ મેગા માર્ટ પર HSBC
HSBCએ વિશાલ મેગા માર્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹138 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત મોડલને કારણે સ્ટોરથી 40%+ RoCE શક્ય છે. ડાઇવર્સિફાઇડ મિક્સ, નાના શહેરોમાં હાજરી સાથે મજબૂત મોડલ છે. 65x ના P/E રેશિયો પર લક્ષ્ય આધારિત છે.
પેજ ઈન્ડસ્ટ્રીઝ પર HSBC
HSBC એ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹41,450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથના પરિબળોનો અભાવ છે. FY25-28 માં આવકમાં CAGR 10% અનુમાન છે. એથ્લેઝરમાં સ્પષ્ટ સ્થિતિનો અભાવ છે.
સિમેન્સ પર BoFA સિક્યોરિટીઝ
BoFA સિક્યોરિટીઝે સિમેન્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2564 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો કોર બિઝનેસ હાલ સુધીમાં એટલા પ્રાઈવેટ ખાનગી રોકાણ આકર્ષિત કરી શક્યો નથી. ડિજિટલ ડિવિઝનના માર્જિન દબાણ છે. કેટલાક સરકારી પ્રોજેક્ટ્સ મદદ કરી શકે છે પરંતુ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.