Stocks on Brokers Radar: એસબીઆઈ કાર્ડ, બીઈએલ, રિલાયન્સ, લ્યૂપિન અને એશિય ઈક્વિટી સ્ટેટેજી આ સ્ટૉક પર નજર છે બ્રોકરેજ રડારની - Stocks on Brokers Radar: SBI Card, BEL, Reliance, Lupine and Asian Equity Strategy Stocks on Brokerage Radar | Moneycontrol Gujarati
Get App

Stocks on Brokers Radar: એસબીઆઈ કાર્ડ, બીઈએલ, રિલાયન્સ, લ્યૂપિન અને એશિય ઈક્વિટી સ્ટેટેજી આ સ્ટૉક પર નજર છે બ્રોકરેજ રડારની

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:43:39 AM Mar 31, 2023 પર
Story continues below Advertisement
નોમુરાએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2850 પ્રતિશેરના નક્કી કર્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    SBI કાર્ડ પર જેફરિઝ

    જેફરિઝે SBI કાર્ડ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે, તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે H1FY24માં NIMમાં સુધારો આવવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-26માં નફો 23% વધવાની અપેક્ષા છે.


    BEL પર જેફરિઝ

    જેફરિઝે BEL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹125 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24-25માં ઓર્ડર બુક ₹50,100 કરોડ સુધી થવાની અપેક્ષા છે. જ્યારે નાણાકીય વર્ષ 23 માં રેવેન્યુ 2.7 ગણી થઈ.

    રિલાયન્સ પર નોમુરા

    નોમુરાએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2850 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે Jio ફાઈનાન્શિયલના ડિમર્જરને મંજૂરી મળી છે. JFSLના લિસ્ટિંગની પ્રોગરેસ પર નજર રહેશે. આગામી મહિનામાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. કંપનીનો આઉટલુક મજબૂત દેખાય રહ્યો છે. કંપની આગામી AGMમાં નાણાકીય ગ્રોથ માટે મજબૂત રોડમેપ તૈયાર કરશે તેવી અપેક્ષા છે. RILના એક શેર પર Jio ફાઈનાન્સનો એક શેર મળશે.

    લ્યુપિન પર નોમુરા

    નોમુરાએ લ્યુપિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹856 પ્રતિશેરના નક્કી કર્યા છે. કંપનીના પીથમપુરા યુનિટને US FDA પાસેથી સૌથી વધુ અવલોકનો મળ્યા હતા. જાન્યુઆરી 2019માં 6 અવલોકનો મળ્યા હતા. જ્યાં સુધી અવલોકનોની વિગતો ઉપલબ્ધ નહીં થાય ત્યા સુધી પરિણામનું મૂલ્યાંકન કરી શકાય નહીં. સતત અવલોકન મળવાથી રોકાણકારોને ચિંતા વધી રહી છે.

    એશિય ઈક્વિટી સ્ટેટેજી પર મૉર્ગન સ્ટેનલી

    મૉર્ગન સ્ટેનલીએ એશિય ઈક્વિટી સ્ટેટેજી પર ભારત માટે ઈક્વલવેટના રેટિંગ રાખ્યા છે. પણ ચીન, કોરિયા અને તાઈવાન માટે ઓવરવેટ રેટિંગ રાખ્યા છે. ઓક્ટબર અંત સુધી ભારતનું પર્ફોમન્સ નબળું હતું. ભારતના માળખાકીય ગ્રોથ આઉટલુક પર બુલિશ છે. ડેમોગ્રાફિક્સ, સ્થાનિક માગ અને FDI માં સુધારો ભારત માટે પોઝિટીવ છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 31, 2023 10:43 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.