Today's Broker's Top Picks: આરઈસી, જેકે સિમેન્ટ, ક્રેડિટ એક્સિસ, એલએન્ડટી હોલ્ડિંગ્સ, ભારતી એરટેલ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1015 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને 8,325 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ફીસની ચૂકવણી કરી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
REC પર CLSA
સીએલએસએ એ આરઈસી પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 510 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q3નો નફો 14% વધી 3300 કરોડ રૂપિયા રહ્યો. લોન ગ્રોથ YoY ધોરણે 21% રહ્યો. આગળ તેમનું કહેવુ છે કે Q3FY24માં ક્રેડિટ ખર્ચ અનુમાન મુજબ નેગેટિવ રહ્યો. ગ્રોસ NPAમાં 36 bps નો ઘટાડો નોંધાયો. FY24માં લોન ગ્રોથ ગાઈડન્સ 20% રહેવાના અનુમાન છે. FY25માં લોન ગ્રોથ ગાઈડન્સ 17% રહેવાના અનુમાન છે.
JK સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે JK સિમેન્ટ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરથી વધારી 4610 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ મજબૂત રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યું. FY24-26 EBITDA 5-12% વચ્ચે રહેવાનો અંદાજ છે.
ક્રેડિટ એક્સિસ પર HSBC
એચએસબીસીએ ક્રેડિટ એક્સિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1960 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3નો નફો અનુમાન મુજબ રહ્યો છે. આગળ તેમણે કહ્યુ કે Portfolio At Risk માં મામુલી ઉછાળો આવ્યો. FY24-26માં પરિણામ 0.6-2.4% વધવાના અનુમાન છે.
L&T હોલ્ડિંગ્સ ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી હોલ્ડિંગ્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 129 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટેક્સ પહેલા નફો 1% અનુમાનથી ખરાબ રહ્યો. અન્ય આવક અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડો નોંધાયો.
ભારતી એરટેલ પર MS
મોર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1015 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને 8,325 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ફીસની ચૂકવણી કરી. કેસ યીલ્ડ 6-7% રહેવાના અનુમાન છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.