Broker's Top Picks: સન ફાર્મા, મારૂતી સુઝુકી, ડાબર, ટીવીએસ મોટર, ચોલા ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ડાબર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹396 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રામિણ માંગ શહેરી માંગ કરતાં 390 Bps વધુ મજબૂત છે. પણ કંપનીના વોલ્યુમ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. 3% પ્રાઈસ ગ્રોથ સાથે ભારત વોલ્યુમ ગ્રોથ -1% છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સન ફાર્મા પર MS
મોર્ગન સ્ટેનલીએ સન ફાર્મા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1948 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોથી સતત ગ્રોથ છે. ઇન્ડિયા ફ્રેન્ચાઇઝના મજબૂત પ્રદર્શન અને ફ્રી કેશ ફ્લોનો સપોર્ટ છે.
સન ફાર્મા પર HSBC
એચએસબીસીએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈનોવેટિવ પ્રોડક્ટ્સ અને ભારતીય બિઝનેસ પાસેથી સારી અપેક્ષાઓ રાખી છે.
મારૂતિ સુઝુકી પર જેફરિઝ
જેફરિઝે મારૂતિ સુઝુકી પર ખરીદદારી યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13600 પ્રતિશેરથી વધારીને ₹14750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDAમાં 11%નો ઘટાડો, ASPમાં સુધારો પણ માર્જિનમાં દબાણ છે. કંપનીના PV માર્કેટ શેરમાં સતત ઘટાડો ચિંતાની વાત છે. એક નવી ICE SUV લોન્ચ થશે FY26માં એક્સપોર્ટનું પ્રદર્શન મજબૂત છે. FY25-28માં 12% EPS ગ્રોથનું અનુમાન છે.
HUL પર MS
મોર્ગન સ્ટેનલીએ એચયુએલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2335 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ત્રિમાસિક આધાર પર માંગમાં સુધારો, શહેરી કરતા ગ્રામિણ માંગ મજબૂત છે. નાના શહેરો અને ઈ-કોમર્સએ ગ્રોથને લીડ કરી છે. લો સિંગલ ડિજિટ પ્રાઈસિંગ ગ્રોથની અપેક્ષા છે. EBITDA માર્જિન ગાઈડન્સ 22–23% છે.
ડાબર પર HSBC
એચએસબીસીએ ડાબર પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન રિયલાઈઝેશન પર દબાણ રહેશે.
ડાબર પર નોમુરા
નોમુરાએ ડાબર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹575 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26ના પરિણામ અનુમાન મુજબ રહેશે. Q2માં ડબલ ડિજિટ ગ્રોથી અપેક્ષા છે.
ડાબર પર MS
મોર્ગન સ્ટેનલીએ ડાબર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹396 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રામિણ માંગ શહેરી માંગ કરતાં 390 Bps વધુ મજબૂત છે. પણ કંપનીના વોલ્યુમ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. 3% પ્રાઈસ ગ્રોથ સાથે ભારત વોલ્યુમ ગ્રોથ -1% છે.
TVS મોટર પર જેફરિઝ
જેફરિઝે TVS મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3300 પ્રતિશેરથી વધારીને ₹3500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નફો અને EBITDA બન્નેમાં 32-36%નો શાનદાર ગ્રોથ રહ્યો છે. ઈન્ડિયન ટૂ-વ્હીલર માંગને લઈ પોઝિટીવ દ્રષ્ટિકોણ છે. FY25-28માં 13% વોલ્યુમ અને 24% EPS CAGRનું અનુમાન રહેશે.
ચોલા ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ચોલા ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1475 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Bad લોન અને ક્રેડિટ કોસ્ટ અનુમાન કરતા વધુ છે. અસાઇનમેન્ટની આવક અને ખર્ચ નિયંત્રણને કારણે PPoP સુધર્યા. પ્રીમિયમ વેલ્યુએશનમાં ઘટાડો થવાની શક્યતા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.