UBS એ નેસ્લે પર રેટિંગ ખરીદારીથી ઘટાડીને ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 23,000 રૂપિયા પ્રતિશેરથી વધારી 24,500 રૂપિયા પ્રતિશેર કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ગોદરેજ કન્ઝ્યુમર પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે ગોદરેજ કન્ઝ્યુમર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળા ચોમાસાને કારણે Q2માં ગ્રોથ ઘટવાની ધારણા છે. Q4 રોલિંગ ગ્રોથ મજબૂત છે. પામ ઓઈલ અને ક્રૂડની કિંમતોમાં નીચલા સ્તરેથી ઉછાળો આવ્યો પણ આ તબક્કે ચિંતા ઓછી છે. Q2 માં રેમન્ડની ખોટ ઘટવાની અપેક્ષા છે.
AB કેપિટલ પર જેફરિઝ
જેફરિઝે AB કેપિટલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક 215 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3 વર્ષમાં નફો બમણો થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-26 માં EPS CAGR 29% અને RoE 16% રહેવાની અપેક્ષા છે.
ટાટા કોમ્યુનિકેશન પર CLSA
સીએલએસએ એ ટાટા કોમ્યુનિક્શન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2045 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
SBI કાર્ડ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ SBI કાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1115 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે ઓગસ્ટમાં ઈન્ડસ્ટ્રી સેપેન્ડિંગ ગ્રોથ 32% રહ્યો.
મારૂતિ પર DAM કેપિટલ
DAM કેપિટલે મારૂતિ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 10,800 રૂપિયા પ્રતિશેરથી વધારીને 12,400 રૂપિયા પ્રતિશેર વધાર્યો. આગળ તેમણે કહ્યું કે H2FY24 & FY25માં EBITDA માર્જિનમાં વધવાની અપેક્ષા છે. EBITDA માર્જિન 15 bps વધવાની અપેક્ષા છે. વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. ઓર્ડરબુક 3.50 લાખ થી વધુ રહેવાની અપેક્ષા છે. FY23-FY25માં માર્કેટ શેરમાં સુધારો આવવાની અપેક્ષા છે. FY23-FY25માં EPS CAGR 36% રહેવાની અપેક્ષા છે.
UBS એ નેસ્લે પર રેટિંગ ખરીદારીથી ઘટાડીને ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 23,000 રૂપિયા પ્રતિશેરથી વધારી 24,500 રૂપિયા પ્રતિશેર કર્યા છે.
ભારતીય IT પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ભારતીય IT પર કંપનીઓના લક્ષ્યાંક રિવાઇઝ કર્યા. નાણાકીય વર્ષ 25 માટે રેવેન્યુ આઉટલુક ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. માર્જિન અને ડબલ-ડિજિટ EPS ગ્રોથના વેલ્યુએશનમાં સુધારો યથાવત્ રહ્યો. HCL ટેક માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક 1,200 રૂપિયા પ્રતિશેરથી વધારી 1450 રૂપિયા પ્રતિશેર કર્યા. ઈન્ફોસિસ માટે ઓવરવેટ રેટિંગના રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક 1,440 રૂપિયા પ્રતિશેરથી વધારી 1640 રૂપિયા પ્રતિશેર કર્યા. LTI માઈન્ડટ્રી માટે ઓવરવેટ રેટિંગના રેટિંગ આપ્યા છે.લક્ષ્યાંક 5450 રૂપિયા પ્રતિશેરથી વધારી 6150 રૂપિયા પ્રતિશેર કર્યા છે. મિડકેપ IT કંપની સાયન્ટ માટે રેટિંગ અપગ્રેડ કરી ઓવરવેટ કર્યું, લક્ષ્યાંક વધારીને 2000 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. ટેક મહિન્દ્રા માટે રેટિંગ ઈક્વલ વેટથી ઘટાડીને અન્ડરવેટ રેટિંગ, લક્ષ્યાંક વધારીને 1210 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. ટાટા એલેક્સીનો લક્ષ્યાંક 5700 રૂપિયા પ્રતિશેરથી વધારી 6400 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યો. એમ્ફેસીસનો લક્ષ્યાંક 2400 રૂપિયા પ્રતિશેરથી વધારી 2700 રૂપિયા પ્રતિશેર કર્યો. TCSનો લક્ષ્યાંક 3305 રૂપિયા પ્રતિશેરથી વધારી 3730 રૂપિયા પ્રતિશેર કર્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)