Today's Broker's Top Picks: એલએન્ડટી, ટાટા કેમિકલ્સ, એમએન્ડએમ, એમસીએક્સ, કેન ફિન હોમ્સ, સેફાઈર ફૂડ્ઝ છે બ્રોકરેજના રડાર પર
એમએન્ડએમ એ એચએસબીસી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરથી વધારીને 1800 રૂપિયા પ્રતિશેરન નક્કા કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે આ વર્ષે ટ્રેક્ટર બિઝનેસ પોઝિટીવ રહ્યો.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
એલએન્ડટી પર સીએલએસએ એ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,240 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધતા પ્રોજેક્ટ ઇનફ્લોથી આશાવાદ છે. ઉંચા બેકલોગના કારણે એક્ઝિક્યૂશનમાં સુધારો જોવાને મળ્યો છે. H2FY24માં માર્જિન સુધરવાની આશા છે. મોટા પ્રોજેક્ટ સાથે કેપેક્સ સાઈકલ સુધરી છે. નાણાકીય વર્ષ 24માં મિડલ ઇસ્ટમાં હાઈડ્રોજન પ્રોજેક્ટમાં મોટી તક છે.
ટાટા કેમિકલ્સ પર એચએસબીસીએ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચાઈનામાં સોડા એશની કિંમતોમાં વધારો છે. સોડા એશની કિંમતોમાં જલ્દી ઘટાડો આવવાની આશા છે. ભારત,US અને કેનિયામાં કેપેસિટી એક્સપાન્શનથી ગ્રોથને સપોર્ટ છે.
એમએન્ડએમ એ એચએસબીસી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરથી વધારીને 1800 રૂપિયા પ્રતિશેરન નક્કા કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે આ વર્ષે ટ્રેક્ટર બિઝનેસ પોઝિટીવ રહ્યો. નાણાકીય વર્ષ 25માં ટ્રેક્ટર ગ્રોથમાં ડાઉનસાઈડ રિસ્ક જોઈ રહ્યા છે. SUVs બિઝનેસમાં સતત ટ્રેક્શન દ્વારા સારૂ વળતર છે.
એમસીએક્સ પર યુબીએસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,950 રૂપિયા પ્રતિશેરથી વધીને 2,100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશનલ મેટ્રીક્સ મજબૂત લાગી રહ્યા છે. ઓપ્શન એડવાન્સમાં મૂવમેન્ટમ મજબૂત છે. આગળ તેમનું કહેવુ છે કે ટેક ટ્રાન્સેક્શન પર ટૂંકાગાળા માટે ફોકસ છે. નાણાકીય વર્ષ 24 માટે EPS અનુમાન 26% થી વધાર્યા છે. FY25-26 માટે EPS અનુમાન 3-6% રહી શકે.
કેન ફિન હોમ્સ પર જેફરીઝે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સમીક્ષા પછી અન્ય શાખાઓમાં કોઈ મુદ્દાઓ નથી મળ્યા. હાઉસિંગ લોન ડિમાન્ડ સ્થિર છે. FY24 માટે લોન ગ્રોથ ગાઈડેન્સ 18%નું રાખ્યું. NIM રેન્જબાઉન્ડ રહેવાના અનુમાન છે.
ગોલ્ડમેન સૅક્સે સેફાયર ફૂડ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 શરૂ થતા રિકવરી જોવા મળી શકે છે. QSR સેક્ટર માટે Q2 સિઝનલી નબળું રહ્યું હતું. અધિકમાસના કારણે FY24 માં, Q2 નબળું રહ્યુ છે. ભારતમાં CWC ઑક્ટોબરના પ્રારંભથી મધ્ય નવેમ્બર સુધી નિર્ધારિત છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.