મૉર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 617 રૂપિયા પ્રતિ શેરનો નક્કી કર્યો છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા મોટર્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને ટાટા મોટર્સ પર ન્યૂટ્રલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 455 રૂપિયા પ્રતિશેરનો નક્કી કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2024 માં CV સેગમેન્ટનો ગ્રોથ સામાન્ય રહેવાની અપેક્ષા છે. કંપનીના માર્જિન સુધારવા અને FCF જનરેશન મજબૂત કરવા પર ફોકસ છે. કંપની મધ્યમ ગાળામાં EBITDA અને FCF ગ્રોથ ડબલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. કંપની PV અને CV બિઝનેસમાં પાવરટ્રેન્સમાં પ્રોડક્ટ્સ રજૂ કરશે. કંપનીનો EV બેટરી માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પર ફોકસ છે. કંપની ટાટા ગ્રૂપના સેલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશથી ફાયદો થશે.
ટાટા મોટર્સ પર નોમુરા
નોમુરાએ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિ શેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે PV અને CV સેગમેન્ટની વધુ અપસાઈડનો સ્કોપ છે. નાણાકીય વર્ષ 2024માં EV EBITDA 4.6 ગણા રહેવાની અપેક્ષા છે. CV માટે માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે.
ટાટા મોટર્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 617 રૂપિયા પ્રતિ શેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે કંપનીના માર્જિન સુધારવા અને FCF જનરેશન મજબૂત કરવા પર ફોકસ છે. ટાટા ગ્રુપનો EV બેટરી પ્લાન્ટ 2 વર્ષમાં શરૂ થવાની શક્યતા છે. ઉચ્ચ સ્થાનિકીકરણથી માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ટાટા મોટર્સ પર CLSA
CLSA એ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 624 રૂપિયાનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટ ડોમેસ્ટિક સેગમેન્ટમાં જીતવા પર વિશ્વાસ છે. કંપનીનો કેશ ફ્લો મજબૂત થશે.
ટાટા મોટર્સ પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિ શેરનો નક્કી કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે PV બિઝનેસ માટે EBITDA માર્જિન 300 bps વધવાનો લક્ષ્યાંક છે.
ટાટા મોટર્સ પર UBS
UBS એ ટાટા મોટર્સ પર વેચવાલની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2024 માટે કેપેક્સ 8000 કરોડ રૂપિયા રહી શકે છે. નાણાકીય વર્ષ 2025 સુધી ભારતનું નેટ દેવું Zero થવાની અપેક્ષા છે. CV બિઝનેસમાં EBITDA માર્જિન ડબલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. ટાટા સન્સની યુરોપમાં 40 ગિગા વોટ બેટરી પ્લાન્ટ શરૂ કરવાની યોજના છે. ટાટા સન્સની ભારતમાં 20 ગિગા વોટ પ્લાન્ટ શરૂ કરવાની યોજના છે.
મારૂતિ સુઝુકી પર નોમુરા
નોમુરાએ મારૂતિ સુઝુકી પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9659 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ પ્રીમિયમ લાઈફસ્ટાઈલ માટે Jimnyની કિંમત જાહેર કરી છે. કિંમત અપેક્ષા કરતાં થોડી વધારે છે. ભારતમાં 3000-4000 યુનિટ પર મહિનો વેચવાનું અનુમાન છે.
ઝોમેટો પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 85 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે કંપનીની એપથી નજીકના ગાળામાં ગ્રોથમાં સુધારો જોવા મળી શકે છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં EBITDA માર્જિન 4-5% રહેવાનો અંદાજ છે.
HUL પર મેક્વાયરી
મેક્વાયરીએ HUL પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3050 રૂપિયા પ્રતિશેરનો નક્કી કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે Q1માં વોલ્યુમ ગ્રોથ 5% રહેવાની અપેક્ષા છે. Q4માં વોલ્યુમ ગ્રોથ 4% રહેવાની અપેક્ષા છે. લોન્ડ્રી, સાબુ અને શેમ્પૂના ભાવમાં ઘટાડો થતાં મધ્યસ્થતાની અપેક્ષા છે. ગ્રોસ માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે EBITDA ગ્રોથ 12% રહેવાની અપેક્ષા છે.
Devyani Intl પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે Devyani Intl પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે H2FY24માં ડિમાન્ડમાં રિકવરીની અપેક્ષા છે. KFCમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. લોન્ગ-ટર્મ વેલ્યુમાં સુધારો આવવાની અપેક્ષા છે. KFCમાં ચિકન રોલ્સ અને કિઓસ્ક ફૂડનો ઉમેરો કર્યો. Pizza Hut માટે ડિલિવરી મેટ્રિક્સમાં સુધારો કરવા પર ફોકસ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.