જેફરિઝે અપોલો હોસ્પિટલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5300 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટોરેન્ટ ફાર્મા પર HSBC
HSBCએ ટોરેન્ટ ફાર્મા પર રેટિંગ હોલ્ડથી અપગ્રેડ કરી BUY કર્યું છે. તેમણે તેના પર લક્ષ્ય 1,745 રૂપિયા પ્રતિ શેરર્થી વધારીને 2,030 રૂપિયા પ્રતિ શેર કર્યો. આગળ તેમણ કહ્યુ કે Q4 નાણાકીય વર્ષ 23માં પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન રહ્યા. ભારત અને બ્રાઝિલમાં પરફોર્મન્સ મજબૂત રહ્યું.
સિટી યુનિયન બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ સિટી યુનિયન બેન્ક પર રેટિંગ ડાઉનગ્રેડ કરી ન્યૂટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 175 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 140 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ મેક્વાયરીએ કહ્યુ કે ગ્રોથમાં નરમાશ અને નીચા માર્જિનને કારણે RoA 10 bps ઘટયા. નાણાકીય વર્ષ 24 માં RoA માં રિકવરી આવવાની અપેક્ષા છે.
અપોલો હોસ્પિટલ પર જેફરિઝ
જેફરિઝે અપોલો હોસ્પિટલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5300 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે.
CLSA એ ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1015 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે પોસ્ટ-પેઇડ સબ્સ્ક્રાઇબર ત્રણ ગણો વધારો થયો.
પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર જેફરિઝ
જેફરિઝે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 560 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.