Today's Top Brokerages Calls: ચોલામંડલમ ઈનવેસ્ટમેન્ટ, ટાટા સ્ટીલ, ગોદરેજ કંઝ્યૂમર અને અદાણી પોર્ટ્સ છે બ્રોકર્સના રડાર પર - Today's Top Brokerages Calls: Cholamandalam Investments, Tata Steel, Godrej Consumer and Adani Ports are on brokers' radar | Moneycontrol Gujarati
Get App

Today's Top Brokerages Calls: ચોલામંડલમ ઈનવેસ્ટમેન્ટ, ટાટા સ્ટીલ, ગોદરેજ કંઝ્યૂમર અને અદાણી પોર્ટ્સ છે બ્રોકર્સના રડાર પર

Cholamandalam Investment & Finance પર મૉર્ગન સ્ટેનલીએ સલાહ આપતા કહ્યુ કે કંપનીના ડિસ્બર્સમેન્ટમાં ક્વાર્ટરના આધાર પર 20 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો છે. વર્ષના આધાર પર 65 ટકાનો ગ્રોથ જોવામાં આવ્યો છે જો કે અનુમાનથી 16 ટકા વધારે છે. AUM ગ્રોથ વર્ષના આધાર પર 37% અને ક્વાર્ટરના આધાર પર 10.5% જોવાને મળી શકે છે.

અપડેટેડ 01:56:57 PM Apr 06, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    MS On Chola Invest -

    મોર્ગન સ્ટેનલીએ ચોલા ઈનવેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ પર સલાહ આપતા કહ્યુ કે કંપનીના ડિસ્બર્સમેન્ટમાં ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 20 ટકાની વૃદ્ઘિ જોવાને મળી છે. જ્યારે વર્ષના આધાર પર 65 ટકાની વૃદ્ઘિ જોવામાં આવી રહી છે. જો કે અનુમાનથી 16 ટકા વધારે છે. જ્યારે વર્ષના આધાર પર AUM ગ્રોથ 3.7% અને ક્વાર્ટરના આધાર પર 10.5 ટકા થઈ શકે છે. તેમણે FY23-25 માટે કમાણીનું અનુમાન 2-3 ટકા વધાર્યુ છે. બ્રોકરેજે સ્ટૉક પર ઈક્વલ વેટના રેટિંગની સાથે 875 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે.


    Citi On Chola Invest -

    સિટીએ ચોલા ઈનવેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ પર ખરીદારીની સલાહ આપી છે. તેના શેરનું લક્ષ્ય 930 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યુ છે. તેનું કહેવુ છે કે કંપનીના ઑપરેટિંગ પ્રૉફિટમાં 35% થી વધારાની વૃદ્ઘિ જોવાને મળી શકે છે.

    Jefferies On Chola Invest -

    જેફરીઝે ચોલા ઈનવેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ પર સલાહ આપતા ક્હયુ કે કંપનીના Q4 ડિસ્બર્સમેન્ટમાં 65 ટકાની વૃદ્ઘિ થઈ છે. જો અમારા અનુમાનથી ઘણુ વધારે છે. ઑટો ફાઈનાન્સ ડિસ્બર્સમેન્ટમાં વર્ષના આધાર પર 39 ટકાનો વધારો થયો છે. જો કે તેના પર અમારી ખરીદારીની સલાહ છે. તેમાં 900 રૂપિયાના લક્ષ્ય જોવાને મળી શકે છે.

    ભારતીય બેન્કિંગ સિસ્ટમની સ્થિતિ મજબૂત, ગ્લોબલ ફાઈનાન્શિયલ માર્કેટ પર બનેલી છે નજર: શક્તિકાંત દાસ

    MS ON Tata Steel -

    મૉર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર ખરીદારીની સલાહ આપી છે. તેના શેરનું લક્ષ્ય 110 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 વેચાણ વૉલ્યૂમામાં 2% ના ઘટાડો આવ્યો પરંતુ ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સુધાર જોવામાં આવ્યો છે. કંપનીના નિકાસ સુસ્ત રહ્યા પરંતુ ઘરેલૂ માંગમાં તેજી આવી છે. જો કે યૂરોપીય વ્યાપાર વેચાણ ઉત્પાદનથી ઓછી રહી છે.

    Nomura ON Godrej Consumer -

    નોમુરાએ ગોદરેજ કંઝ્યુમર પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1100 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યુ છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર માર્જિન ગ્રોથ વધીને ડબલ ડિજિટ થઈ ગઈ છે.

    GS ON Adani Ports -

    ગોલ્ડમેન સૅક્સે અદાણી પોર્ટ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 810 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યુ હતુ. માર્ચ 2023 માં વૉલ્યૂમમાં રિકવરી જોવાને મળી છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 06, 2023 1:56 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.