મેક્વાયરીએ એચસીએલ ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના ટાર્ગેટ 1520 રૂપિયા નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
એચસીએલ ટેક પર જેફરીઝ
જેફરીઝે એચસીએલ ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1,205 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સર્વિસ અને સૉફ્ટવેર બન્ને સેગમેન્ટમાં અપ્રત્યાશિત રેવેન્યૂ ઘટાડાના કારણે Q1 પરિણામ અનુમાનથી નબળા રહ્યા. ડીલની સંખ્યા નબળી રહી. જો કે પ્રબંધનને બીજા ક્વાર્ટરમાં સારી સંખ્યા ડીલ્સ થવાની ઉમ્મીદ છે. કંપનીએ અનુમાનથી નબળા પરિણામોની બાવજૂદ સીસી ગ્રોથ અને માર્જિન પર ગાઈડેંસ બનાવી રાખ્યા છે.
એચસીએલ ટેક પર મેક્વાયરી
મેક્વાયરીએ એચસીએલ ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના ટાર્ગેટ 1520 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના Q1FY24 રેવન્યૂ અનુમાનમાં 1.7% અને એબિટડા માર્જિન અનુમાનમાં 78 બીપીએસનો ઘટાડો જોવામાં આવ્યો. ER&D સેગમેન્ટમાં આશ્ચર્યજનક રૂપથી બીજા ક્વાર્ટરમાં ઘટાડાના કારણે આ સેગમેન્ટ નીચે આવી ગયુ. ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને મૈન્યુફેક્ચરિંગના મોટા સેક્ટરોમાં સારી વૃદ્ઘિ દર્જ કરવામાં આવી. જ્યારે ટેક્નોલૉજી અને ટેલીકૉમ જેવા નાના સેક્ટરોમાં ક્વાર્ટર દર ક્વાર્ટર તીવ્ર ઘટાડો જોવામાં આવ્યો.
આઈશર મોટર્સ પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને આઈશર મોટર્સ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 3620 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 3050 પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે લેગસી પોર્ટફોલિયોમાં વૃદ્ધિને કારણે સાવચેતી ભર્યું વલણ છે. નીચી કિંમતના નવા મોડલ્સ પર નિર્ભરતાને કારણે વલણ સાવચેતી ભર્યું. વેલ્યુએશન પર સાવચેતીભર્યો દૃષ્ટિકોણ છે. EPS ગ્રોથમાં ઘટાડાને કારણે વેલ્યુશનમાં સામેલ નહીં. હીરો- હાર્લી અને બજાજ-ટ્રાયમ્ફ લોન્ચ બાદ કંપનીના ગ્રોથ પર નેગેટિવ અસર છે.
સંવર્ધન મધરસન પર જેફરિઝ
જેફરિઝે સંવર્ધન મધરસન પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીનું કર્ય છે. તેના પર લક્ષ્યાંક 70 રૂપિયા પ્રતિશેર થી વધારીને 115 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 4 વર્ષ પછી, કંપનીના પરફોમન્સની FY23માં સુધરવાની શરૂઆત થઈ છે. FY23-26 સુધીમાં EPS અને EBIDA બમણા થવાની અપેક્ષા છે. FY24-25 સુધીમાં EPS 18-42% રહેવાની અપેક્ષા છે. YTD 26% રેલી જોવા મળી. છેલ્લા 2 વર્ષમાં 40% તૂટ્યો હતો. સુમીટોમો વાયરિંગ સિસ્ટમ્સનો હિસ્સો વેચવાની અસર શેર પર જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)