Reliance Industries ના ડિઝ્ની વચ્ચેનું જોઈન્ટ વેંચર, જાણો આ ડીલની 10 મહત્વની બાબતો
Reliance-Disney Merger: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 28 ફેબ્રુઆરીએ આ ડીલની જાહેરાત કરી હતી. આ સંયુક્ત સાહસ માટે બંને પક્ષો વચ્ચે છેલ્લા 4 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. આ સંયુક્ત સાહસ પર રિલાયન્સનું નિયંત્રણ રહેશે. આ સંયુક્ત સાહસને આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિયમનકારી અને શેરધારકો સહિતની તમામ મંજૂરીઓ મળવાની અપેક્ષા છે.
Reliance-Disney Merger: Reliance Industries (RIL) એ 28 ફેબ્રુઆરીના Walt Disney ની સાથે એક જોઈન્ટ વેંચરની જાહેરાત કરી.
Reliance-Disney Merger: Reliance Industries (RIL) એ 28 ફેબ્રુઆરીના Walt Disney ની સાથે એક જોઈન્ટ વેંચરની જાહેરાત કરી. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના સ્ટ્રીમિંગ અને ટેલીવિઝન ઑપરેશંસનુ મર્જર આ જોઈન્ટ વેંચરમાં થશે. આ જોઈન્ટ વેંચર 70,352 કરોડ રૂપિયાની કંપની બનશે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ (RIL) માર્કેટ કેપિટલાઈઝેશનના હાલથી ઈન્ડિયાની સૌથી મોટી કંપની છે.
આવો જાણીએ જોઈન્ટ વેંચરના વિશે 10 સૌથી મહત્વની બાબતો:
1. જોઈન્ટ વેંચરની વૈલ્યૂ 70,352 કરોડ રૂપિયા (8.5 અરબ ડૉલર) લગાવામાં આવી છે. આ જોઈન્ટ વેંચર કંપનીની ગ્રોથ માટે RIL 11,500 કરોડ રૂપિયા (1.4 અરબ ડૉલર) રોકાણ કરશે.
2. આ જોઈન્ટ વેંચર પર આરઆઈએલનું નિયંત્રણ થશે. તેનું કારણ એ છે કે આ જોઈન્ટ વેંચરમાં રિલાયંસની 16.34 ટકા ભાગીદારી થશે, જ્યારે તેની સબ્સિડિયરી Viacom18 ની 36.84 ટકા ભાગીદારી Disney ની હશે.
3. નીતા અંબાણી આ જોઈન્ટ વેંચરની ચેરપર્સન થશે. આ આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની છે. વૉલ્ટ ડિઝ્નીના પૂર્વ એક્ઝિક્યુટિવ ઉદય શંકર આ જોઈન્ટ વેંચરના વોઈસ-ચેરપર્સન રહેશે.
4. આ જોઈન્ટ વેંચરમાં સ્ટાર ઈન્ડિયાના બિઝનેસની વૈલ્યૂ 28,000 કરોડ રૂપિયા (3.1 અરબ ડૉલર) લગાવામાં આવી છે. વાયાકૉમની ભાગીદારીની વૈલ્યૂ 32,000 રૂપિયા (4 અરબ ડૉલર) લગાવામાં આવી છે.
5. સ્ટાર ઈન્ડિયાની વૈલ્યૂએશન 2018 ના મુકાબલે ઘણી ઓછી થઈ ગઈ છે. ત્યારે તેની વૈલ્યૂએશન 15 અરબ ડૉલર હતી. ત્યારે મીડિયા સેક્ટરના દિગ્ગજ ઉદ્યોગપતિ રૂપર્ટ મર્ડોકે તેને ડિઝ્નીને વેચી દીધી હતી.
6. જોઈન્ટ વેંચરના બોર્ડમાં 10 મેંબર્સ રહેશે. તેમાંથી 5 મેંબર્સને આરઆઈએલ નૉમિનેટ કરશે. ડિઝ્નીના 3 અને બે ઈંડિપેંડેંટ ડાયરેક્ટર્સ રહેશે.
7. જોઈન્ટ વેંચર માટે રેગુલેટરી, શેરહોલ્ડર્સ સહિત ઘણી રીતના એપ્રૂવલની જરૂરત રહેશે. એ બધા એપ્રૂવલ 2024 ની અંતિમ ક્વાર્ટર એટલે કે 2025 ના પહેલા ક્વાર્ટર સુધી મળી જવાની ઉમ્મીદ છે.
8. સ્ટાર ઈન્ડિયા અને વાયાકૉમ 18 ની ઈન્ડિયા અને વિદેશમાં રહેવા વાળા ઈન્ડિયા મૂળના લોકોની વચ્ચે 75 કરોડથી વધારે વ્યૂઅરશિપ છે. એનાલિસ્ટ્સનું કહેવુ છે કે આ વ્યૂઅરશિપને જોતા આ જોઈન્ટ વેંચરના એન્ટરટેનમેન્ટ મીડિયા ઈન્ડસ્ટ્રી માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
9. આ મર્જરની જાહેરાત બન્ને પક્ષોની વચ્ચે ચાર મહીના સુધી ચાલેલી વાતચીતની બાદ કરવામાં આવી. મુકેશ અંબાણીએ કહ્યુ, "અમે હંમેશા ડિઝ્નીનું સમ્માન ર્ક્યુ છે, જે દુનિયાભરમાં સૌથી સારૂ મીડિયા ગ્રુપ છે."
10. આ જેવીની જાહેરાત સોનીની ઈન્ડિયા એકમ અને ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝની વચ્ચે મર્જરના સમજોતા તૂટી જવાના થોડ સપ્તાહ બાદ કરવામાં આવ્યુ. સોની ઈન્ડિયા અને ઝીએન્ટરટેનમેન્ટના મર્જરથી 10 અરબ ડૉલરની મીડિયા કંપની બનવાનું અનુમાન હતુ.