સ્થાનિક બજારમાં રેકોર્ડ સ્તર બન્યા બાદ હવે કોમેક્સ પર પણ સોનાની કિંમતો નવા લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી. માર્ચમાં ફેડ દ્વારા રેટ કટની સંભાવના અને બોન્ડયીલ્ડમાં આવેલી નરમાશથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. કોમેકસ પર સોનાની કિંમતો $2,149/oz પર પહોચી તો કોમેક્સ પર ફેબ્રુઆરી કોન્ટ્રાકટમાં પણ $2,151ના સ્તર બન્યા. 3 મહિનામાં આશરે 13% સુધી વધ્યા ભાવ.
સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. COMEX પર ચાંદીની કિંમતો 25 ડૉલરને પાર જોવા મળી તો સ્થાનિક બજારમાં પા ટકા ઉપરની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
ક્રૂડમાં ગત સપ્તાહની વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. Q1 2024માં OPEC+ના સ્વૈચ્છિક આઉટપુટ કાપ ઓછો થવાના અંદાજથી કિંમતો પર દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ નબળા ગ્લોબલ મેન્યુફેક્ચરીગ આંકડાને કારણે પણ ક્રૂડની કિંમતોમાં દબાણ બનતું જોવા મળી રહ્યું છે.
ત્યારે નેચરલ ગેસમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં 4 ટકા આસપાસના દબાણ સાથે કિમતો 227 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.