Asian Paints Q3 Results: એશિયન પેઇન્ટ્સના નેટ પ્રોફિટ હાજર નાણાકીય વર્ષના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 34.4 ટકાનો વધારો થયો છે. કંપનીએ બુધવાર, 17 જાન્યુઆરીએ ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા જાહેર કરતા કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં તેણે 1,475.16 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો છે, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 1,097.06 કરોડ રૂપિયા રહ્યો હતો. પેઇન્ટ્સ બનાવા વાળી આ કંપનીનું કંસોલિટેડેટ રેવેન્યૂ ડિસેમ્બર ક્વાર્ટરમાં 5.4 ટકાથી વધીને 9140 કરોડ રૂપિય રહ્યા છે, જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 8636.7 કરોડ રૂપિયા રહ્યા હતા.
એશિયન પેઇન્ટ્સના પરિણામ મોટા ભાગે બજારની આશા અનુસાર રહ્યા છે. મનીકંટ્રોલના એક પોલમાં એનાલિસ્ટ વને ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 9200 તી 9330 કરોડ રૂપિયાની વચ્ચે રહેવાનો અનુમાન વ્યક્ત કર્યો હતો. જ્યારે એનાલિસ્ટ તેના નેટ પ્રોફિટમાં વર્ષના આધાર પર 30 ટકાના વઘારાની આશા વ્યક્ત કરી હતી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ઈન્ટરનેશનલ બિઝનેસના વેચાણ 779.1 કરોડ રૂપિયા પર સપાટ રહી છે, જો એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 778.8 કરોડ રૂપિયા હતો. જો કે, કૉન્સ્ટેન્ટ કરેન્સીના ટર્મમાં તેના સેલ્સ 5.2 ટકાની તેજી દર્જ કરી છે. એક્સેપ્શનલ આઈટમ અને ટેક્સતી પહેલા કંપનીનો પ્રોફિટ ડિસેમ્બર ક્વાર્ટરમાં 58.3 કરોડ રૂપિયા રહ્યા છે, જે એક વર્ષ પહેલા આ સમય ગાળામાં 37.0 કરોડ રૂપિયા હતો.
શરૂઆતી અમિક મિનિટોને છોડી દો, તો એશિયન પેઇન્ટ્સના શેર બુધવાર 17 જાન્યુઆરીના મોટાભાગના સમય ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા હતા. બપેરો સવા 3 વાગ્યાની નજીક આ શેર 1.7 ટકાના ઘટાડા સાતે 3240.40 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો.