મોંઘવારીની માર પર સરકારના કડક પગલા, ડુંગળી પર માર્ચ 2024 સુધી નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ | Moneycontrol Gujarati
Get App

મોંઘવારીની માર પર સરકારના કડક પગલા, ડુંગળી પર માર્ચ 2024 સુધી નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

onion export ban: ડુંગળીની નિકાસ નીતિમાં આ ફેરફાર પહેલા સરકારે તેની ન્યૂનતમ કિંમત નક્કી કરી હતી. તેની હેઠળ 29 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ડુંગળીની ન્યૂનતમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન 800 ડૉલર પ્રતિ ટન રાખવામાં આવી હતી. તેનો રિટેલ ભાવ જોઈએ તો ડુંગળીની નિકાસ કિંમત 67 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી હતી. ડુંગળીની કિંમત છેલ્લા 1 મહીનામાં 58 ટકા વધી ગઈ છે.

અપડેટેડ 01:42:49 PM Dec 08, 2023 પર
Story continues below Advertisement
onion export ban: સરકારે કહ્યું છે કે, માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

onion export ban: કમોસમી વરસાદ અને ઉત્પાદનમાં ઘટાડાથી ડુંગળીના ભાવમાં વધારો થવાનો અવાજ સરકાર સુધી પણ પહોંચ્યો હતો. લોકોની ભોજનની થાળી પર વધુ અસર ન થાય તે માટે સરકારે તાત્કાલિક અસરથી મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન, એક પણ ડુંગળી દેશની બહાર ન જાય, જેથી સ્થાનિક બજારમાં તેનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ વધે નહીં.

ડુંગળીની નિકાસ નીતિમાં આ ફેરફાર પહેલા સરકારે તેની ન્યૂનતમ કિંમત નક્કી કરી હતી. તેની હેઠળ 29 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ડુંગળીની ન્યૂનતમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન 800 ડૉલર પ્રતિ ટન રાખવામાં આવી હતી. તેનો રિટેલ ભાવ જોઈએ તો ડુંગળીની નિકાસ કિંમત 67 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી હતી. ડુંગળીની કિંમત છેલ્લા 1 મહીનામાં 58 ટકા વધી ગઈ છે.

છેલ્લા એક વર્ષમાં ડુંગળીના ભાવ બમણો વધારો


છેલ્લા એક વર્ષમાં ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. 29 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ડુંગળીની છૂટક કિંમત 57.85 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જે એક વર્ષ પહેલા 29.76 રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે કે એક વર્ષમાં ભાવમાં 94 ટકાથી વધુનો વધારો થયો છે. રોયટર્સ દ્વારા કરાયેલા પોલમાં ડુંગળી સહિત અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ફરી એકવાર વધીને 6 ટકાની નજીક પહોંચી શકે છે.

સરકારે FY24 માં બફર સ્ટૉક કર્યો બમણો

સરકારે ચાલૂ નાણાકીય વર્ષ 2023-24 માં ડુંગળી માટે 'બફર સ્ટોક' ને બમણો કર્યો છે. તેનાથી ઘરેલૂ ઉપલબ્ધતામાં સુધારો થશે અને આવનારા દિવસોમાં વધતી કિંમતો પર અંકુશ લાગશે. નાણાકીય વર્ષ 2023-24 માટે ઉપભોક્તાના કેસમાં મંત્રાલયે NCCF અને NAFED ના દ્વારા પાંચ લાખ ટનનો 'બફર સ્ટૉક' બનાવી રાખ્યો છે અને આવનારા દિવસોમાં અતિરિક્ત બે લાખ ટન ડુંગળી ખરીદવાની યોજના છે.

બેંક નિફ્ટી જુલાઈ 2022 બાદ રેકૉર્ડ હાઈ પર, બેંક નિફ્ટીમાં જોવા મળ્યો સૌથી મોટો સાપ્તાહિક વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Dec 08, 2023 1:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.