Commo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર | Moneycontrol Gujarati
Get App

Commo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર

ઓક્ટોબરમાં ચીનની પ્રોપર્ટીનું વેચાણ 20.3% ઘટ્યું. લોઅર ઈનવેંટરીઝ અને નબળા ડોલરનો સપોર્ટ મળ્યો.

અપડેટેડ 12:08:50 PM Nov 17, 2023 પર
Story continues below Advertisement
1 ટકાથી વધુની તેજી સાથે 257ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

MCX પર કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. સ્થાનિક બજારમાં કિંમતો 61,914 રૂપિયા 10 ગ્રામના સ્તરે રહી. રાત્રે 9.10 વાગ્યે કિંમતોમાં 3%નો ઉછાળો નોંધાયો. વેપારીઓ મુજબ સોનાની તેજી પર સવાલ. વેપારીઓએ રાતોરાત આવેલા ઉછાળા અંગે એક્સચેન્જને ફરીયાદ કરી.

હાઇની ધાતુઓના ઉપભોક્તા ચીનમાં માંગ અંગેની ચિંતાને કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રીય તાંબાના ભાવ છ સપ્તાહના ઉચ્ચ સ્તરેથી પાછા ખેંચાયા હતા.

ઓક્ટોબરમાં ચીનની પ્રોપર્ટીનું વેચાણ 20.3% ઘટ્યું. લોઅર ઈનવેંટરીઝ અને નબળા ડોલરનો સપોર્ટ મળ્યો. LME વેરહાઉસમાં સ્ટોક લગભગ બમણો થતાં LME પર ઝીંકના ભાવ 3% થી વધુ તૂટ્યા.


રાતોરાત કિંમતો 5% ઘટી. કિંમતો ઘટીને 4 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. મહિના દર મહિનાના ધોરણે ચાઈનાનું ઓઈલ રિફાઈનિંગ 2.8% ઘટી. છેલ્લા 2 સપ્તાહમાં US ઇન્વેન્ટરી 17.5 મિલિયન બેરલ્સથી વધી. USનું ક્રૂડ આઉટપુટ 13.2 mbpdના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું.

1 ટકાથી વધુની તેજી સાથે 257ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

NCDEX પર ગુવાર પેકમાં તેજી દેખાણી. ગઈકાલે કિંમતો 1 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી હતી. ગુવારગમમાં 1% અને ગુવારસીડમાં 2%થી વધુની તેજી નોંધાઈ. ગુવારસીડનો નવેમ્બર વાયદો 5800 રૂપિયાને પાર દેખાણી. ગુવારગમનો ડિસેમ્બર વાયદો 11900 રૂપિયાને પાર પહોંચ્યો. 1 સપ્તાહમાં ગુવારગમમાં 4%થી વધારેની તેજી નોંધાઈ. 1 સપ્તાહમાં ગુવારસીડમાં 3%થી વધારેની તેજી જોવા મળી.

ગઈકાલે કિંમતો 2% સુધી ઘટી હતી. નવેમ્બર વાયદો 41,500 રૂપિયા સુધી ઘટતો દેખાયો હતો. નવેમ્બરમાં 46,185 રૂપિયા સુધી ભાવ વધ્યા હતા. 1 સપ્તાહમાં ભાવ લગભગ 5% ઘટતા દેખાયા. નવેમ્બરમાં 5% સુધ જીરાના ભાવ ઘટ્યા. ઓક્ટોબરમાં 27% સુધી કિંમતો તૂટતી દેખાઈ. 2 મહિનામાં કિંમતો આશરે 32% તૂટી. નફાવસુલીના કારણે કિંમતો પર દબાણ. ગ્લોબલ બજારોમાં નબળી પડી સ્થાનિક જીરાની માગ. સ્થાનિક જીરાની કિંમતો વધવાથી વિદેશમાં માગ ઘટી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2023 12:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.