સોનામાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર સોનામાં ફ્લેટ તેજી સાથે કિંમતો 2000 ડૉલરને પાર જતી જોવા મળી તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે મે મહિના બાદ કિંમતોમાં તેના સૌથી ઉપલા સ્તરે રહી. આ સાથે US ડૉલરમાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.
ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. કોમેક્સ પર 23 ડૉલર ઉપર કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબામ યથાવત્ જોવા મળી રહ્યું છે. પોણા ટકાના દબાણ સાથે કિંમતો 250 પાસે પહોંચી.
નબળા ડોલર ઈન્ડેક્સના કારણે બેઝ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. જ્યાં સ્થાનિક બજાર અને lme પર બંને બજારમાં તમામ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું.
એગ્રી કોમોડિટીની વાત કરીએતો, માસાલા પેકમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં જીરા અને ધાણામાં ફ્લેટ ટું પોઝિટીવ તો અને હળદરમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળ્યું. ગુવાર પેકમાં પણ દબાણ તરફી કારોબાર જોવા મળ્યો. જ્યાં ગુવાર ગમમાં એક ટકા નીચેનું દબાણ જોવા મળ્યુ. ગુવાર સીડમાં સવા ટકાનું દબાણ જોવા મળ્યું. તો એરંડામાં સૌથી વધુ દોઢ ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યું. કપાસિયા ખોળમાં પોણા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.