કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર
US મોંઘવારી ઓછી થતા અને ડૉલર ઈન્ડેક્સમાં દબાણના કારણે ક્રૂડ ઓઈલ સતત 10 સપ્તાહની ઉંચાઈ પર પહોંચતું જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલર ઉપર જોવા મળી રહ્યા છે.
સોનાના કારોબારમાં ખરીદીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 1964 ડૉલરનો પાર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝીટીવ કારોબાર સાથે કિંમતો 59,265 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનું 3 સપ્તાહની ઉંચાઈ પર પહોંચતુ જોવા મળી રહ્યું છે. તો USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવતા સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ પા ટકાથી વધુની તેજી સાથે 74,072ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
US મોંઘવારી ઓછી થતા અને ડૉલર ઈન્ડેક્સમાં દબાણના કારણે ક્રૂડ ઓઈલ સતત 10 સપ્તાહની ઉંચાઈ પર પહોંચતું જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલર ઉપર જોવા મળી રહ્યા છે. તો NYMEXમાં પણ પા ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં કિમતો 6234 આસપાસ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છ કે સાઉદી અરબ અને રશિયા તરફથી ઉત્પાદન કાપના સમાચારથી પણ કિંમતોમાં રિકવરી દેખાઈ રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે આજે પણ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ. તો લાસ બામ્બાસ ખાતે ઊંચા ઉત્પાદનને કારણે મે મહિનામાં પેરુમાં કોપરનું ઉત્પાદન 35 ટકા વધ્યું હોવાથી પણ કોપરની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
એગ્રી કોમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યું છે. જ્યાં હળદરમાં તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. તો ધાણા અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો જીરામાં સૌથી વધુ ત્રણ ટકા ઉપરનું દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે ગુવાર પેકમાં પણ વેચવાલીનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં ગુવાર સીડમાં એક ટકા ઉપર તો ગુવાર ગમમાં પોણા બે ટકા ઉપરનું દબાણ જોવા મળી રહ્યું છે.