કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

તો નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં મામૂલી તેજી સાથે કિંમતો 196 પાસે પહોંચતી જોવા મળી.

અપડેટેડ 06:42:56 PM Dec 14, 2023 પર
Story continues below Advertisement

નબળા ડૉલર, બોન્ડ યીલ્ડ અને યૂએસ ફેડના નિવેદનથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે કિંમતો 62500ને પાર જતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં કિંમતો 2050ને પાસે પહોંચતી જોવા મળી છે.

ક્રૂડ ઓઈલમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ જોવા મળ્યો. શરૂઆતી કારોબારમાં ક્રૂડની કિંમતોમાં લગભગ 1 ટકાનો વધારો થતો જોવા મળ્યો. જે બાદ ક્રૂડની તેજી આગળ વધતા બ્રેન્ટની કિંમતો 75 ડૉલરને પાર જતી જોવા મળી. તો NYMEXમાં બે ટકાની તેજી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ બે ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

તો નેચરલ ગેસમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યાં મામૂલી તેજી સાથે કિંમતો 196 પાસે પહોંચતી જોવા મળી.


બેઝ મેટલ્સ પર ચર્ચા કરીએ તો, LME પર કોપરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં ખરીદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.

એગ્રી કૉમોડિટીમાં શરૂઆતી કારોબારની તેજી પર રોક લાગતી જોવા મળી જ્યાં મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ધાણામાં તેજી યથાવત્ જોવા મળી રહી છે તો જીરા અને હળદરમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યારે ગુવાર પેકમાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ વેચવાલી આવતી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 14, 2023 6:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.