સપ્ટેમ્બરની બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં વધારો અટકાવે તેવી આશાએ સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર સોનાનો ભાવ 1966 ડૉલરની ઉપર પહોંચતો દેખાયો, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવિટી દેખાઈ રહી છે. આ સાથે જ સરકારે સોના પરની બેસ ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ડૉલર પ્રતિ ગ્રામથી વધારી, જ્યારે ચાંદીની બેસ ઇમ્પોર્ટ ડ્યૂટી 62 ડૉલર પ્રતિ કિલો ગ્રામથી વધારી છે.