કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં અડધા ટકાના દબાણ સાથે કિંમતો 248 પર પહોંચતી જોવા મળી રહી છે.

અપડેટેડ 06:49:07 PM Oct 05, 2023 પર
Story continues below Advertisement

સોનાના કારોબારની વાત કરીએ તો સોનામાં લાંબા સમયના દબાણ બાદ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર મામૂલી તેજી સાથે કિંમતો 1837 પર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. યૂએસ બોન્ડ યીલ્ડમાં નરમાશ આવતા સોનાની કિંમતો મળ્યો સપોર્ટ છે.

તો સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદીમાં 21 ડૉલર ઉપર કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની તેજી જોવા મળી.

OPEC+ દ્વારા ઉત્પાદન લક્ષ્ય ન ઘટાડ્યું હોવાથી ક્રૂડની કિંમતો ઉપલા સ્તરેથી લગભગ 5 ટકા ઘટી, જ્યાં બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો nymex ક્રૂડમાં 82 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ EIA મુજબ માગમાં ઘટાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં અડધા ટકાના દબાણ સાથે કિંમતો 248 પર પહોંચતી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સની વાત કરીએ તો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી આવતા મેટલ્સમાં ફરી દબાણ બનતું જોવા મળી રહ્યું છે જ્યાં LME પર લગભગ બધી મેટલ્સ લાલ નિશાનમાં કારોબાર કરતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામૂલી તેજી જોવા મળી. જ્યારે બાકી મેટલ્સમાં દબાણ બનતું જોવા મળ્યું.

તો સમાચાર બાદ ncdex પર હળદર સહિતના તમામ મસાલામાં તેજી જોવા મળી રહી છે. જ્યાં હળદરમાં અઢી ટકાની તેજીનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો જીરા અને ધાણામાં પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ગુવાર પેકમાં પણ લગભગ પર અડધા ટકાની તેજી જોવા મળી. જ્યાં ગુવાર ગમમાં પોણા ટકાની તો ગુવાર સીડમાં અડધા ટકાની નીચેની તેજી જોવા મળી. તો એરંડામાં પણ પા ટકાની તેજી સાથે 6150 આસપાસ કારોબાર જોવા મળ્યો. તો કપાસિયા ખોળમાં પોણા ટકાની તેજી સાથે કિંમતો 279 પર પહોંચતી જોવા મળી. જ્યારે નજર કરીએ મેન્થા ઓઈલ પર તો મેન્થા ઓઈલમાં પણ સારી ખરીદારીનો કારોબાર જોવા મળ્યો. જ્યાં એક ટકાની તેજી સાથે 932 પર કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2023 6:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.