ડૉલર ઇન્ડેક્સમાં અને યૂએસ બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતીના કારણે ફરી સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો, જ્યાં કોમેક્સ પર ભાવ 1973 ડૉલરના સ્તરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાના ઘટાડા સાથે 60,396 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં અને યૂએસ બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતીના કારણે ફરી સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો, જ્યાં કોમેક્સ પર ભાવ 1973 ડૉલરના સ્તરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાના ઘટાડા સાથે 60,396 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુનો ઘટાડો આવતા 71,120ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 84 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં આશરે પા ટકાથી વધુના ઘટાડા સાથે 80 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં બજારની નજર આજે આવનાર ચાઈનાના ટ્રેડ બેલેન્સનાં આંકડા અને ગુરૂવારે જાહેર થનાર cpiનાં આંકડાઓ પર બનેલી છે, આ ઉપરાંત સાઉદી અરબ અને રશિયા ડિસેમ્બર સુધી ઓઈલ ઉત્પાદનમાં કાપ યથાવત્ રાખશે તેવા સમાચારોના કારણે પણ ક્રૂડના સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ઉપના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં પોણા ટકાના દબાણ સાથે કિંમતો 269 પર પહોંચતી જોવા મળી.
ગઈકાલની રિકવરી બાદ આજે ફરી LME પર કોપરની કિંમતોમાં દબાણ બન્યું, જ્યાં મજબૂત ડૉલર ઇન્ડેક્સની અસર દેખાઈ રહી છે. અહીં મોંઘવારીનું દબાણ, ભૌગોલિક તણાવો અને ઉંચા વ્યાજ દરોના કારણે તમામ મેટલ્સની માગ પર નેગેટીવ અસર દેખાઈ રહી છે.
એગ્રી કૉમોડિટીની શરૂઆત કરીએ ક્રૂડ સનફ્લાવર ઓઈલથી તો, સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ncdex પર ક્રૂડ સનફ્લાવર ઓઈલના વાયદાને મંજૂરી મળી ગઈ છે. 12 નવેમ્બરના દિવસે મુહૂર્ત ટ્રિડિંગના સમયે લૉન્ચ થશે ક્રૂડ સનફ્લાવર ઓઈલનો વાયદો.
મસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે જ્યાં જીરાની તેજી આગળ વધતી જોવા મળી તો હળદરમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં ધાણામાં પણ દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. ગુવાર પેકનો કારોબાર પણ લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. ત્યારે કપાસિયા ખોળમાં પોણા ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. એરંડા અડધા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.