મજબૂત ડૉલરના કારણે સોનાની ચમક ઘટતા કોમેક્સ પર ભાવ 2027 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ જોવા મળ્યું છે. વ્યાજ દરોમાં કાપ પર અનિશ્ચિતતાના કારણે અને વેસ્ટ એશિયામાં તણાવ વધતા રાતોરાત સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ચાંદીમાં પણ નરમાશ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પણ નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં આશરે 4 ટકાની આસપાસની વેચવાલી સાથે 234ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્સમાં પણ મંદી જોવા મળી, જ્યાં ચાઈનાના ઓક્ટોબર-ડિસેમ્બરના GDP આંકડા અનુમાન કરતા નબળા આવતા અને ડૉલર ઇન્ડેક્સની મજબૂતીની અસર રહેતા મેટલ્સની કિંમતો ઘટી, સ્થાનિક બજારમાં સૌથી વધુ નરમાશ ઝિંકમાં જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં હળદરમાં નરમાશ રહી, પરંતુ જીરા અને ધાણામાં પોઝિટીવિટ કારોબાર જોવા મળ્યો, તો ગુવાર પેકમાં અડધાથી પોણા ટકાની વેચવાલી આવતા જોવા મળી, જ્યારે કપાસિયા ખોળમાં સવા એક ટકાથી વધુની નરમાશ રહી છે.