સોનાની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંમતો 2031 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમા પણ નેગેટિવ કામકાજ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે તે યૂએસ રેટ કટ થવાની આશાએ સોનાની કિંમતો પર દબાણ બની રહ્યું છે.
ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 4 ટકાની તેજી સાથે કિંમતો 137 પાસે પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોપરમાં ચાઈનાની માંગની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.