કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડો સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડો સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાની સારી મજબૂતી આવતા કિંમતો 212ના સ્તરની નજીક જોવા મળી રહી છે.

અપડેટેડ 07:16:58 PM Jul 17, 2023 પર
Story continues below Advertisement

ગત સપ્તાહની સારી તેજી બાદ આજે ફરી સોનાની કિંમતોમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું. અહીં કેમેક્સ પર કિંમતો 1956 ડૉલરની પાસે પહોંચતી દેખાઇ. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. બજારની નજર હવે 26 જુલાઈએ થનાર US ફેડની બેઠક પર છે.

સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું. અહીં વૈશ્વિક બજારમાં ભાવ અડધા ટકા તૂટી 24 ડૉલરની પાસે જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં 75,590 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાયો.

ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી ભારે ઘટાડો જોવા મળ્યો, બ્રેન્ટની કિંમત સવા એક ટકાથી વધુના દબાણ સાથે 79 ડૉલરની નીચે જોવા મળી, સાથે જ NYMEX ક્રૂડમાં પણ સવા એક ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે વિરોધને કારણે ગુરુવારે ઉત્પાદન અટકાવવામાં આવ્યા બાદ લિબિયામાં બે ઓઇલફિલ્ડ્સે શનિવારે ફરીથી ઉત્પાદન શરૂ કર્યું હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઓગસ્ટ મહિનાથી રશિયા ઓઈલ ઉત્પાદન 500,000 bpdથી ઘટાડશે તેવા સમાચારોએ દબાણ વધાર્યું છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાની સારી મજબૂતી આવતા કિંમતો 212ના સ્તરની નજીક જોવા મળી રહી છે.

ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે કોપરની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ડેટા મુજબ બીજા ત્રિમાસિકમાં ચાઈનામાં આર્થિક ગતિવિધીઓ નબળી પડતા મેટલ્સની માગ ઘટવાની આશંકા દેખાઈ જેના કારણે કિંમતો પર અસર જોવા મળી છે, સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં ભારે દબાણ જોવા મળ્યું છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં તેજી વધતા સવા ત્રણથી પોણા ચાર ટકાની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, તો મસાલા પેકમાં આ સપ્તાહે પણ એક્શન રહેતા જીરામાં સવા ત્રણ ટકાની સારી તેજી જોવા મળી, તો હળદરમાં લગભગ 4 ટકા તો ધાણામાં સૌથી વધારે 6 ટકાની મજબૂતી જોવા મળી. આ સાથે જ કપાસિયા ખોળમાં પણ રિકવરી આવતા સવા એક ટકાની તેજી જોવા મળી.

Commodity Bajar, Gold, Silver, Crude, Agri Commodity, Natural Gas, કોમોડિટી બજાર, સોના, ચાંદી, ક્રૂડ, એગ્રી કૉમોડિટી, નેચરલ ગેસ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 17, 2023 7:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.